રક્ષા બંધનના બીજા દિવસે દીવના માછીમારો અને ખારવા સમાજ દ્વારા વાવટા ઉત્સવને મનાવવામાં આવે છે. ત્યારે ખારવા સમાજના પટેલ, દીવના અધિકારીઓ અને માછીમારોના મુખ્ય વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો ભાગ લઈને ઉત્સવને ઉજવે છે. દીવના ઘોઘલા ગામમાં વાવટા પર્વની ઉજવણી અંતર્ગત પ્રથમ સાગર પૂજાની સાથે વાવટા શોભાયાત્રા સાથે વાવટા પર્વની ઉજવણી કરવામાં આવે છે.
શ્રાવણ માસની પૂર્ણિમા બાદ દીવના ઘોઘલા ગામમાં ખારવા સમાજ દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે વાવટા ઉત્સવ (ધજા) નો તહેવાર ઉજવાય છે. બપોર બાદ વાવટાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. જેમાં ખારવા અને માછીમાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. માછીમારોની આજીવિકાનું એક માત્ર સાધન બોટ અને પીલાણીઓ છે. જેને રંગબેરંગી ધજા અને તોરણોથી સજાવીને વાવટા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.