વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી સભા દરમિયાન મંચ પરથી કમળને મત આપવાની અપીલ કરી હતી. પરંતુ આ અપીલ નહી પણ મતદારોને ધમકી આપતા હોય તેમ કોઈ પણ બુથમાંથી જો કમળને મત નહિ મળે તો, તમામને જોઈ લેવાની ધમકી ધમકી ભર્યું વિવાદિત નિવેદન આપ્યુ હતુ. જે કારણે રાજકીય પક્ષની સાથે મતદારોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. અને મામલો વધુ ઉગ્ર બન્યો છે.
જૂનાગઢના મતદારો પણ મધુ શ્નીવાસ્તવના વિવાદિત બોલને લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. તેમજ ભાજપ શ્રીવાસ્તવ સામે પગલાં ભરે અને ધારાસભ્ય જાહેર મંચ પરથી માફી માગે તેવી માગ કરાઈ રહી છે.