ETV Bharat / state

જૂનાગઢમાં યોજાયા અનોખા લગ્ન, છ ફૂટની યુવતીના ત્રણ ફૂટના યુવક સાથે થયા લગ્ન

જૂનાગઢમાં 6 ફુટની યુવતીના ત્રણ ફૂટની લંબાઈ ધરાવતા યુવક સાથે અનોખા લગ્ન યોજાયા હતા. મેંદરડા તાલુકાના રાજેસર ગામની શાંતાબેન મકવાણા અને જામ ખંભાળિયા તાલુકાના બુટાવદર ગામના રમેશભાઈના લગ્ન ખુબ જ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થયા હતા.

junagadh
જૂનાગઢ
author img

By

Published : Dec 2, 2020, 1:54 PM IST

  • અંધ યુવતી અને વામન યુવક વચ્ચે યોજાયા લગ્ન
  • જૂનાગઢના સત્યમેવ જયતે યુવક મંડળનું એક સામાજિક કાર્ય
  • અનોખા લગ્ન સમારંભમાં જૂનાગઢવાસીઓ પણ હોંશભેર જોડાયા

જૂનાગઢ: જિલ્લાના મેંદરડા તાલુકાના રાજ્સર ગામના અંધ શાંતાબેન મકવાણાના લગ્ન જામજોધપુરમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ત્રણ ફૂટની લંબાઈ ધરાવતા રમેશભાઈ ડાંગર સાથે પરિવારજનોની સહમતિથી યોજાયા હતા. જેમાં 6 ફૂટની લંબાઈ ધરાવતી અંધ કન્યા અને માત્ર ત્રણ ફૂટની ઊંચાઇ ધરાવતા વામન યુવક હિંદુ ધર્મ વિધિથી લગ્નગ્રંથિથી જોડાયા હતા. જેમાં મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓએ હાજર રહીને અનોખા લગ્નમાં પોતાની હાજરી પુરાવી હતી.

જૂનાગઢમાં યોજાયા અનોખા લગ્ન, છ ફૂટની યુવતીના ત્રણ ફૂટના યુવક સાથે થયા લગ્ન
6 ફુટની યુવતીના ત્રણ ફૂટની લંબાઈ ધરાવતા યુવક સાથે અનોખા લગ્ન

સામાન્ય પરિસ્થિતિમાં કુદરતી ખોડખાપણ ધરાવતા લોકોને લગ્ન જેવા સામાજીક બંધનોમાં બંધાવવા માટે ખૂબ મોટી સમસ્યાઓ નડતી હોય છે. ક્યારેક સામાજિક બંધનો તો ક્યારેક વ્યક્તિના ગમા અને અણગમાને લઈને આવી વ્યક્તિઓ મોટેભાગે લગ્ન જેવા પ્રસંગોથી દુર જોવા મળતી હોય છે. પરંતુ જૂનાગઢમાં રહીને બી.એડનો અભ્યાસ કરતી શાંતાબેનના પરિવારે જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના ત્રણ ફૂટની ઊંચાઇ ધરાવતા વામન યુવક રમેશભાઈ ડાંગરના પરિવાર સાથે સહમતી થતાં બંને પરિવારના વ્યક્તિઓએ યુવક અને યુવતીના લગ્ન કરાવવા માટે સહમત થયા હતા. જેમાં બંને યુવક અને યુવતીના લગ્ન પરિવારજનોની હાજરીની વચ્ચે ધામધુમ પુર્વક યોજાઈ ગયા હતા.

સત્યમ સેવા યુવક મંડળની વધુ એક સામાજિક જવાબદારી

જૂનાગઢમાં સત્યમેવ યુવક મંડળ સામાજિક રીતે પાછલા કેટલાંંય વર્ષોથી કામ કરતું જોવા મળી રહ્યું છે. જેમાં ખોડખાપણવાળી અને ખાસ કરીને અધ દીકરીઓના અભ્યાસને લઈને સત્યમ સેવા યુવક મંડળ ખુબ જ સરાહનીય કાર્ય કરી રહ્યું છે. જે યુવતીના લગ્ન થયા છે, તે શાંતાબેન અંધ કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી રહ્યા હતા. જેના લગ્ન થતા સત્યમ સેવા યુવક મંડળની સામાજિક જવાબદારીમાં વધુ એક સુવર્ણ અધ્યાય જોડાયો છે. આ સંસ્થા જૂનાગઢમાં સામાજિક કાર્યોને સાથે પોતાની જવાબદારી નિભાવવા માટે આગળ પડતો ભાગ ભજવે છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 1800 જેટલી દિકરીઓના લગ્ન કરાવીને પોતાની સામાજિક જવાબદારી બખૂબી નિભાવી છે. તેમજ આગામી દિવસોમાં પણ આ પ્રકારની સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે તેઓ સતત અગ્રેસર રહીને કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.