દીવઃ સંઘ પ્રદેશ દીવની શાળામાં અભ્યાસ કરતાં 15થી 18 વર્ષની વચ્ચેના કિશોરોનું રસીકરણ અભિયાન(Adolescents Vaccination in Diu) સો ટકા પૂર્ણ થયુ છે. ચાર દિવસની અંદર દીવની સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા શાળા 3500 જેટલા કિશોર અને કિશોરીઓને(Vaccination child in Diu) કોરોના વાઈરસ સામે લડત આપતા પ્રથમ ડોઝ આપીને રસીકરણનો સો ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે.
100 ટકા રસીકરણમાં સફળતા
જેની સાથે શાળામાં અભ્યાસ નહીં કરતા ત્રણ ટકા બાળકોને પણ આ રસીકરણ અભિયાન(Vaccination Campaign India) અંતર્ગત આવરી લઈને કિશોરોના રસીકરણ અભિયાનમાં(100 Percent Adolescents Vaccination) સંઘ પ્રદેશ દીવ 100 ટકા જેટલી સફળતા પ્રાપ્ત કરી છે.
આરોગ્ય અને કોરોના વોરીયર્સ માટે બુસ્ટર ડોઝ પણ કરાયો શરૂ
દીવ જિલ્લા કલેકટર સલોની રાયએ જણાવ્યું હતું કે, હેલ્થ અને કોરોના કાર્યવાહી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓને બુસ્ટર ડોઝ(Vaccination for Age above 60 in Diu) આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રસીના બંન્ને ડોઝ પૂર્ણ કર્યા હોય તેવા દીવના નિવાસી તમામ લોકોને ત્રીજા બુસ્ટર ડોઝ(Booster dose in Diu) પણ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સંઘ પ્રદેશ દિવના 97% વ્યક્તિઓને કોરોના રસીનો પહેલો અને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં બાકી રહેતા ત્રણ ટકા વ્યક્તિઓને પણ બીજો ડોઝ આપીને સંઘપ્રદેશ દીવ રસીકરણમાં સો ટકા લક્ષ્યાંક સિદ્ધ કરવા તરફ આગળ વધી રહ્યુ છે.
આ પણ વાંચોઃ Corona Virus Precaution Dose: અમદાવાદમાં કોરોના પ્રિકોશન ડોઝ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલનું નિવેદન