આગામી 3 દિવસોમાં પ્રશાસક પ્રફુલ પટેલ દીવમાં ચાલી રહેલા વિકાસના કેટલાક કામોનું લોકાર્પણ કરશે, તેમજ આગામી દિવસોમાં દીવને વિશ્વ ફલક પર ઉતારી શકાય. તેને લઈને દીવના વિકાસને લઈને અધિકારીઓ સાથે ચર્ચાઓ કરીને વિકાસના નવા કામોને મંજૂરી આપશે.
સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ 3 દીવસ દીવની મુલાકાતે આવ્યા છેં. તેમની 3 દિવસની મુલાકાત દરમિયાન દીવમાં ચાલી રહેલા વિકાસના કામોનું જાત નિરીક્ષણ કરશે, તેમજ પૂર્ણ થયેલા કેટલાક કામોનું લોકાર્પણ પણ કરશે, સંઘ પ્રદેશ દીવને વિશ્વ ફલક પર મૂકી શકાય તે માટે દીવના વિકાસને લઈને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ આગામી 3 દિવસ દરમિયાન કરવામાં આવશે.
પ્રફુલ પટેલ ઘોઘલામાં બનેલી વિદ્યાલયનું સિલાન્યાસ કરશે, તેમજ અહીં આવેલા બીચનું આધુનિકીકરણ કરીને અહીં પણ પ્રવાસીઓનો મોટો જથ્થો આવે તેવા પ્રયાશો હાથ ધરવાનું આયોજન કરવામાં આવશે. તેમજ નાગવા બીચ આવતા પ્રવાસીઓ માટે નવા ફુડ સ્ટોલનું પણ લોકાર્પણ કરશે. પ્રફુલ પટેલ દીવ મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપના કાયર્કરો સાથે પણ બેઠક કરશે, તેમજ દીવના વિકાસને લઈને તેમના સૂચનો મેળવીને શકાય તેવા તમામ પ્રયાશો દ્વારા દીવને નવી ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.