ETV Bharat / state

Rain in Junagadh: માણાવદરમાં ધોધમાર વરસાદ, લોકોએ મેઘરાજાના વધામણા કર્યા - જૂનાગઢ ના લાઈવ સમાચાર

જૂનાગઢમાં ધોધમાર વરસાદનું આગમન (Rain In Gujarat)થયું છે. જિલ્લામાં એક થી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ ખબકી ચૂક્યો છે. સૌથી વધુ વરસાદ માણાવદર તાલુકામાં ચાર ઇંચ (Rain in Junagadh)જેટલો નોંધાયો છે. સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખૂશી જોવા મળી છે.

Rain in Junagadh: માણાવદરમાં ધોધમાર વરસાદ, લોકોએ મેઘરાજાના વધામણા કર્યા

author img

By

Published : Jul 2, 2022, 3:02 PM IST

જૂનાગઢઃ જૂનાગઢ શહેર અને જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદનું( Monsoon Gujarat 2022 )આગમન થયું છે. બપોરના 12:00 વાગ્યા સુધીમાં જૂનાગઢ સહિત જિલ્લાના તમામ તાલુકામાં (Rain In Gujarat)એક થી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ માણાવદર તાલુકામાં ચાર ઇંચ જેટલો છે, જ્યારે જૂનાગઢ શહેર અને તાલુકામાં 1.85 ઇંચ વંથલી અને માળીયામાં સવા બે ઇંચ સુધીનો ધોધમાર (Rain in Junagadh) વરસાદ પડ્યો છે.

વરસાદ

આ પણ વાંચોઃ Heavy Rain in Surat: શરૂઆતના વરસાદમાં જ આ હાલત તો આગળ શું થશે...

સૌ કોઈએ રાહતની શ્વાસ લીધો - ગઈકાલથી જૂનાગઢ શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી વાતાવરણ અષાઢ મહિનાના પ્રારંભિક દિવસોમાં જોવા મળ્યો હતો. આજે ધોધમાર વરસાદને કારણે લોકોએ પહેલા વરસાદની મોજ માણી હતી. વરસાદી પાણી રોડ પર ભરાયેલા જોવા મળ્યા હતા પરંતુ જે પ્રકારે પાછલા ઘણા સમયથી સારા અને નોંધપાત્ર વરસાદની રાહ જોવાઈ રહી હતી આવા સમયે આજે માણાવદર પંથકમાં ચાર ઇંચ જેટલો વરસાદ થતાં સૌ કોઈએ રાહતની શ્વાસ લીધો છે અને મેઘરાજાના વધામણા પણ કર્યા છે.

આ પણ વાંચોઃ અષાઢી બીજના શુકન : સૌરાષ્ટ્ર પંથક પર મેઘરાજાની સવારી, ક્યાં કેટલો વરસાદ વરસ્યો જૂઓ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સવારી - સૌરાષ્ટ્રમાં અષાઢી બીજના (Ashadhi Bij 2022) દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં રાત્રીના 8 વાગ્યા સુધી અડધાથી 5 ઇંચ સુધી વરસાદ 10 તાલુકામાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ લોધીકા તાલુકામાં નોંધાયો છે, જ્યારે એક માત્ર વિછીયા તાલુકામાં વરસાદ વરસ્યો જ નથી. રાજકોટ શહેરમાં માત્ર એક ઇંચ વરસાદથી પોપટપરાનું નાળુ જળબંબાકાર થયું છે. તો બીજી તરફ ગોંડલમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગોંડલની નાની બજારમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.