- માંગરોળમાં સોની વેપારીનો થેલો ઝૂંટવાયો
- બે બાઈકસવારોએ કરી ચીલઝડપ
- બુધવાર સાંજની ઘટનાના સીસીટીવી આવ્યાં સામે
જૂનાગઢ : જિલ્લાના માંગરોળમાં સોની વેપારી ચીલઝડપનો શિકાર બન્યો હતો. ગઈકાલે સાંજના સમયે સોની વેપારી પોતાની દુકાન બંધ કરીને ઘર તરફ જવાનો તૈયારી કરી રહ્યાં હતાં તે સમય દરમિયાન દુકાન નજીકથી બે ગઠિયા બાઈક પર પૂરપાટ ઝડપે પસાર થઈને વેપારીના હાથમાં રહેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ જવામાં સફળ રહ્યાં હતાં. ગઠિયાઓ થેલો ઝૂંટવી લેવામાં સફળ થતાં વેપારીએ હોહા મચાવી હતી. પરંતુ ગઠિયાઓ થેલો લઇને ફરાર થઇ ગયાં હતાં. ચીલઝડપ બાદ સોની વેપારીએ પોલીસ ફરિયાદ દાખલ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ગઠિયાને પકડી પાડવા ચક્રો કર્યા ગતિમાન
માંગરોળમાં આવેલી ચત્રભુજ જ્વેલર્સની દુકાનના માલિક ગઈકાલે સાંજના સમયે દુકાન બંધ કરીને પોતાના ઘર તરફ જવાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. આ દરમિયાન બે ગઠિયાઓ સોની વેપારીના થેલાની ચીલઝડપ કરવામાં સફળ રહ્યાં હતાં. વેપારી જ્યારે દુકાન બંધ કરી રહ્યાં હતાં. આ સમય દરમિયાન કેટલાક બાઇકચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. બની શકે કે જે ચીલઝડપ કરીને નાસી છૂટયાં છે, તેઓ સીસીટીવીમાં કેદ થયાં હશે. સદનસીબે સોની વેપારીના થેલામાં દુકાન અને અન્ય જગ્યાઓની કેટલીક તાળાની ચાવી સિવાય કોઇ કિંમતી ધાતુ કે રોકડ રકમ ન હોવાને કારણે વેપારીઓને પોલીસે પણ હાશકારો મેળવ્યો છે. પરંતુ જે રીતે ગઠિયાઓ સોની બજારમાંથી થેલાની ચીલઝડપ કરવામાં સફળ રહ્યાં છે, તે ખરેખર ચિંતા ઉપજાવે તેવી વાત પણ છે.
આ પણ વાંચો : કામરેજમાં ચોરીઃ વેપારીની કાર ઊભી રખાવી બંટી-બબલી 7.30 લાખ રૂપિયા લઈ રફુચક્કર