જૂનાગઢઃ વ્યાજના ભરડામાં આવી જતા કેશોદના ફર્નિચરના કારખાનાના માલીકે મોટા પ્રમાણમાં ઉંઘની ગોળીઓ લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યા હતો. માર્શલ ફર્નિચર અને માનવ ફર્નિચરની પેઢીના માલીક મુકેશભાઇ રાજાભાઇ દેવધરિયાએ મોટા પ્રમાણમાં ઉંધની ગોળીઓ લઇ લેતા બેભાન થઇ ગયા હતા અને તેમને જૂનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
વ્યાજની ઉધરાણી કરતા 6 આરોપીઓ હમીરભાઇ જાડેજા, કારાભાઇ કડછા, ગાંગાભાઇ ઓડેદરા, અશ્વિનભાઇ સુબા, ગોવિંદભાઇ ગજેરા, શામજીભાઇ ગજેરા વિરૂદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
મોટું વ્યાજ ઉઘરાવનારાઓએ પેઢીના માલીકના પરીવાર સાથે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ ગોવિંદભાઇ ગજેરા નામના આરોપીએ ધમકી આપી 2 ચેક લખાવી લીધા હતા. જ્યારે અન્ય 5 સામે મદદગારીનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.