ETV Bharat / state

Junagadh Uparkot Fort : ઉપરકોટ કિલ્લાના નિયમમાં બદલાવથી પ્રવાસીઓ મુંઝવણમાં મુકાયા, પ્રવાસીઓએ ઠાલવ્યો રોષ - Tourist demand

ચાર વર્ષ બાદ જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ઉપરકોટ કિલ્લામાં આવેલી બૌદ્ધ કાલીન સમયની બૌદ્ધ ગુફાઓમાં એકમાત્ર ઓનલાઈન ટિકિટને લઈને પ્રવાસીઓ પરેશાનીમાં મુકાયા છે. ખાસ કરીને ગામડાના અને વયોવૃધ્ધ પ્રવાસીઓમાં ભારે મૂંઝવણ ઊભી થઈ છે.

Junagadh Uparkot Fort
Junagadh Uparkot Fort
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2023, 3:34 PM IST

ઉપરકોટ કિલ્લાના નિયમમાં બદલાવથી પ્રવાસીઓ મુંઝવણમાં મુકાયા

જૂનાગઢ : ચાર વર્ષ બાદ ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. જોકે હાલમાં કિલ્લામાં આવેલા એક બદલાવથી પ્રવાસીઓ મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે અહીં આવેલી બૌદ્ધ કાલીન સમયની બૌદ્ધ ગુફાઓમાં એકમાત્ર ઓનલાઇન ટિકિટને ફરજિયાત બનાવી છે. જેને લઈને ઉપરકોટ કિલ્લામાં આવતા પ્રવાસીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે. ખાસ કરીને ગામડાના અને વયોવૃદ્ધ પ્રવાસીઓ આર્થિક વ્યવહાર માટે કોઈપણ પ્રકારના ડિજિટલ માધ્યમનો ઉપયોગ આજે પણ કરતા નથી. આવા પ્રવાસીઓ બૌદ્ધ ગુફા જોવા માટે આવે છે પરંતુ ઓનલાઇન ટિકિટ નહીં મેળવી શકવાને કારણે નિરાશ થઈને બૌદ્ધ ગુફા જોયા વગર પરત ફરી રહ્યા છે.

બૌદ્ધગુફા આકર્ષણનું કેન્દ્ર : ઉપરકોટના કિલ્લાને રીનોવેશન માટે બંધ કરવામાં આવ્યો તે પૂર્વે બૌદ્ધ ગુફા જોવા માટે આવતા પ્રવાસીઓને ઓનલાઈનની સાથે ઓફલાઈન ટિકિટ સ્થળ પરથી પ્રાપ્ત થતી હતી. જેને કારણે પ્રવાસીઓને ટિકિટ મેળવવાને લઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નહોતી. પરંતુ હવે જ્યારે રીનોવેશન બાદ ફરી એક વખત ઉપરકોટનો કિલ્લો ખુલ્લો મુક્યો છે. ત્યારે એકમાત્ર ઓનલાઇન ટિકિટ ફરજિયાત બનાવી છે. જેને કારણે પ્રવાસીઓમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે.

પ્રવાસીઓએ ઠાલવ્યો રોષ
પ્રવાસીઓએ ઠાલવ્યો રોષ

તમામ વર્ગ અને આયુના પ્રવાસીઓની સાનુકૂળતાને ધ્યાને રાખીને ઓનલાઈન સાથે ઓફલાઈન ટિકિટ શરૂ કરવી જોઈએ. જેથી તમામ વર્ગના પ્રવાસીઓને બૌદ્ધ ગુફા જોવાનો લાહ્વો મળી શકે. -- નિકુંજ (પ્રવાસી)

પ્રવાસીઓને હાલાકી : આ પ્રકારની મુશ્કેલીથી ખાસ કરીને ગામડાના અને નિરક્ષર પ્રવાસીઓમાં ખૂબ મુશ્કેલી ઉભી થતી જોવા મળી રહી છે. ઘણા બધા પ્રવાસીઓ ઉત્સાહ સાથે આ બૌદ્ધકાલીન સ્મારકને જોવા માટે આવે છે. પરંતુ તેઓ કોઈપણ ઓનલાઇન માધ્યમનો ઉપયોગ નથી કરતા, જેથી તેઓ આ સ્મારકને જોયા વગર પરત ફરી રહ્યા છે.

ફક્ત ઓનલાઈન ટિકિટ મળશે : તાકીદે ઓનલાઈનની સાથે ઓફલાઈન ટિકિટ પણ શરૂ કરવામાં આવે તેવી માંગ પ્રવાસીઓ કરી રહ્યા છે. જે લોકો ઓનલાઇન ટિકિટ ખરીદવા માંગે છે તેમના માટે વ્યવસ્થા છે. તેવી જ રીતે કોઈ પણ પ્રવાસી ઓફલાઈન ટિકિટ ખરીદવા માંગે તો તેને સ્થળ પરથી ટિકિટ મળવી જોઈએ આવી વ્યવસ્થા થાય તેવી માંગ પણ થઈ રહી છે.

પ્રવાસીઓની માંગ : જૂનાગઢ ઉપરકોટ કિલ્લાની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ બૌદ્ધ ગુફામાં પ્રવેશ માટે એકમાત્ર ઓનલાઈન ટિકિટને લઈને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. જેમાં વયોવૃદ્ધ પ્રવાસી નાથાભાઈ બૌદ્ધ ગુફા જોવા માટે આવ્યા હતા. પરંતુ તેમની પાસે કોઈપણ પ્રકારની ઓનલાઈન ટિકિટ ખરીદવાની વ્યવસ્થા ન હોવાને કારણે તેઓ ખૂબ જ નિરાશ થઈને બૌદ્ધ ગુફા જોયા વગર પરત થયા હતા. કેટલાક યુવાન પ્રવાસીઓ પણ ઓનલાઈન ટિકિટને લઈને ભારે કચવાટ અનુભવે છે.

  1. Junagadh Uparkot Fort: ઉપરકોટ કિલ્લાના રિનોવેશન બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
  2. Uparkot Fort Reopen : જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની જોડિયા તોપનું ઐતિહાસિક મહત્વ, કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.