જૂનાગઢ: આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, તે નિમિત્તે જૂનાગઢ મનપા દ્વારા શહેરને લીલુંછમ બનાવવાના ભાગરૂપે આજથી 'મારું જુનાગઢ ગ્રીન જુનાગઢ' (My Junagadh Green Junagadh) અંતર્ગત શહેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ શરૂ કર્યો છે. આજે પ્રથમ તબક્કામાં હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વૃક્ષોના વાવેતર ને લઈને મનપા ખોટો ખર્ચ કરી રહી છે તેવા ભૂતકાળના કપરા અનુભવો યાદ કરાવીને વૃક્ષોનું સાચા અર્થમાં જતન થાય તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો: ભાજપના નેતાએ BCCI પર લગાવ્યો ફિક્સિંગનો આરોપ
વૃક્ષારોપણ થકી લાખોનું કૌભાંડ: આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (Junagadh Municipal Corporation) દ્વારા 'મારું જુનાગઢ ગ્રીન જુનાગઢ' (My Junagadh Green Junagadh) અંતર્ગત શહેરમાં આજથી સાર્વત્રિક રીતે વૃક્ષારોપણ કાર્યક્રમ ની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત આજે શહેરના વિવિધ માર્ગો પર આવેલ ડિવાઈડર અને અન્ય જગ્યા પર કે જ્યાં વૃક્ષોનું વાવેતર થઇ શકે તેવી તમામ જગ્યા પર વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરાયો છે પ્રથમ તબક્કામાં ૧૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને આજના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની શરૂઆત કરી છે. જેના પર વિપક્ષે સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: ભારત પર્યાવરણની સુરક્ષા માટે નવા સંશોધનો માટે દબાણ કરી રહ્યું છેઃ પીએમ મોદી
કરવેરાના પૈસાનું પાણી ન થાય: પાછલા વર્ષના અનુભવોને આગળ ધરીને વિપક્ષ એવી માંગ કરી રહ્યો છે કે, વૃક્ષારોપણ થકી કરવેરાના પૈસાનું પાણી ન થાય અને વાવેલું પ્રત્યેક વૃક્ષ ની જવાબદારી જૂનાગઢ મનપા કાળજીપૂર્વક રાખે તેવી માંગ પણ કરી છે કારણકે, પાછલા વર્ષોમાં વૃક્ષારોપણ થકી લાખોનું કૌભાંડ થયું હતું. પાછલા વર્ષોમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (My Junagadh Green Junagadh) દ્વારા 50 લાખ કરતાં વધુના ખર્ચે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પૈકીના એક પણ વૃક્ષ હાલ જોવા મળતા નથી સમગ્ર મામલાને લઈને સરકારે તપાસ શરૂ કરી હતી જેમાં નાણાકીય ગેરરીતી સામે આવતા તત્કાલીન કમિશનર V J રાજપૂત ને ફરજમોકૂફ કરવા સુધીના આકરાં પગલાં લીધા હતા. પાછલા વર્ષો નું આ કલંકિત ઈતિહાસ ફરી પુર્નજીવિત ન થાય તેમજ આજના દિવસે વાવેતર કરાયેલા પ્રત્યેક વૃક્ષનું જતન જૂનાગઢ મનપા ખૂબ જ કાળજી રાખીને કરે તેવી માંગ વિપક્ષના કોર્પોરેટર લલિત પરસાણા એ કરી હતી.