માણાવદર તાલુકાના થાનીયાળા ગામેથી રેઢીયાળ ૧૮ ગૌવંશોને ચોરી કરી તેને કતલ કરવાના ઇરાદે ત્રણ ટ્રકોમાં ભરીને ભરૂચ જીલ્લામાં કેટલાક શખ્સો લઈ જતા હોવાની બાતમીને આધારે માણાવદર, જુનાગઢ અને ઉપલેટાના ગૌસેવકો દ્વારા ટ્રકોનો પીછો કરી તેને ઝડપી પાડ્યા હતાં.
ગૌવંશો ભરેલ હોવાથી ટ્રક ચાલકોને ગૌસેવકોએ ઝડપી વીરપુર પોલીસને બોલાવી ત્રણ ટ્રકોમાંથી પકડેલા ૧૩ શખ્સોને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે આ 13 શખ્સોની પુછપરછ કરી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960 મુજબ કાર્યવાહી કરી હતી. આ તમામ ગૌવંશ પશુઓને જેતપુર પાંજરાપોળમાં મોકલી આપી આગળની તપાસ વીરપુર પોલીસે હાથ ધરી હતી.