ETV Bharat / state

જૂનાગઢ મનપાના સ્વિમિંગ પૂલમાં આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી

જૂનાગઢ: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વર્ષો પહેલા સ્વિમિંગ પૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. જેમાં નિયમ પ્રમાણે સ્વિમિંગ પૂલનું પાણી સમયાંતરે બદલવું તેમજ ફિલ્ટર કરવાનું હોય છે. ત્યારે આ સ્વિમિંગ પૂલમાં પાણી બદલવામાં ન આવતા લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થઈ શકે છે.

જૂનાગઢ મનપાની ગંભીર બેદરકારી આવી સામે
author img

By

Published : May 10, 2019, 5:19 PM IST

જૂનાગઢ મનપા સંચાલિત શહેરમાં આવેલો એક માત્ર સ્વિમિંગ પૂલ લોકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. જે વર્ષો પહેલા નિર્માણ પામેલો આ સ્વિમિંગ પૂલ સૌરાષ્ટ્રનો પ્રથમ સ્વિમિંગ પૂલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ મનપાની હદમાં આવતો આ સ્વિમિંગ પૂલ હાલ ચર્ચામાં છે.

સામાન્યપણે કોઈપણ સ્વિમિંગ પુલનું પાણી સમયાંતરે બદલવાનું હોય છે. કોઈપણ સ્વિમિંગ પૂલમાં પાણી બદલવું એ અતિ આવશ્યક અને પ્રાથમિક જરૂરિયાત હોય છે. પરંતુ જૂનાગઢ મનપા દ્વારા સંચાલિત આ સ્વિમિંગ પૂલનું પાણી બદલવામાં આવતું નથી. આ સાથે જ મનપા દ્વારા બનાવેલો ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી બંધ હાલતમાં છે. જેને લઇને સ્વિમિંગ પૂલનું પાણી ફિલ્ટર કે ચોખ્ખું થયા વગર ફરી પાછું એનું એ જ પાણી સ્વિમિંગ પૂલમાં ઠલવાય છે. એક બાજુથી પાણી ફિલ્ટર પ્લાન્ટમાં જાય છે, તો બીજી બીજુ આ ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાને કારણે એનું એ જ પાણી ફરી પાછું બીજા પાઇપ દ્વારા સ્વિમિંગ પૂલમાં આવે છે. જેને લઇને અહીં આવતા તરવૈયાઓના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે.

સ્વિમિંગ પૂલમાં આરોગ્ય પ્રત્યેની ગંભીર બેદરકારી આવી સામે

આ સ્વિમિંગ પુલ માત્ર ઉનાળા દરમિયાન જ શરૂ રાખવામાં આવે છે તેમજ અહીં સાચવણીનો પૂરતો અભાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય સંજોગોમાં સ્વિમિંગ પૂલમાં વપરાતું પાણી ચોખ્ખું, નિસ્યંદિત અને ફિલ્ટર કરેલું હોવું જોઇએ તેવી ગાઈડ લાઈન્સ આરોગ્ય વિભાગ પણ જાહેર કરે છે. તેમ છતાં મનપા દ્વારા સંચાલિત કાશ્મીર પુલવામાં પાણી સ્વચ્છ અને ફિલ્ટર થઇને નથી આવતું. જેને લઇને અહીં આવતા તરવૈયાઓ થોડો સંકોચ અનુભવે છે તેમજ આ સ્વિમિંગ પૂલમાં શહેરની મહિલાઓ પણ તરણ માટે આવતી હોય છે. પરંતુ અહીં કોઈ મહિલા કોચની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. જેને લઇને મહિલાઓને તરણ અંગેની તાલીમ પણ મળી શકતી નથી. જેને કારણે મહિલાઓ દ્વારા આ સ્વિમિંગ પૂલમાં મહિલા કોચની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માગ કરી રહી છે.

Intro:જૂનાગઢ મનપા દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વિમિંગ-પૂલમાં જોવા મળી આરોગ્યલક્ષી ગંભીર બેદરકારી

Body:જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં સ્વીમીંગ પુલનું નિર્માણ વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું આ સ્વિમિંગ-પૂલમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે નિયમ પ્રમાણે સ્વિમિંગ પુલ નું પાણી સમયાંતરે બદલવું પડે તેમજ તેને ફિલ્ટર કરવું પડે પરંતુ સ્વિમિંગ પુલ નું પાણી એનું એ જ રહેતા અહીં આવતા લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થઈ શકે છે

જુનાગઢ મનપા સંચાલિત શહેરમાં આવેલો એક માત્ર સ્વિમિંગપુલ લોકોની સુખાકારી અને તંદુરસ્તી ને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યો હતો વર્ષો પહેલા નિર્માણ પામેલો આ સ્વિમિંગ પૂલ સૌરાષ્ટ્રનો પ્રથમ સ્વિમિંગપુલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જૂનાગઢ મનપાની હદમાં આવતો આ સ્વિમિંગ પૂલ હાલ ચર્ચામાં છે અહીં આવતા તરવૈયાઓ સ્વિમિંગ પૂલ ના પાણી અને તેના ફિલ્ટર ને લઈને ચિંતાગ્રસ્ત બન્યા છે નવાબી કાળમાં બનેલો આ સ્વિમિંગ પૂલ આજે પાણી ના ફિલ્ટર ને લઈને ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે

સામાન્યપણે કોઈપણ સ્વિમિંગ પુલ નું પાણી સમયાંતરે બદલવાની જરૂરીયાત ઉભી થાય છે અથવા તો ફરજ પડતી હોય છે કોઈપણ સ્વીમિંગપુલના રાખવા માટે પાણીનું બદલવું અતિ આવશ્યક અને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવામાં આવતું હોય છે પરંતુ જૂનાગઢ મનપા દ્વારા સંચાલિત આ સ્વિમિંગ પુલ નું પાણી બદલવામાં નથી આવતું પુલના પાણીને ફિલ્ટર કરીને ફરી પાછું એનું એ જ ઉપયોગમાં લેવામાં આવશે જેની વ્યવસ્થા પણ સ્વિમિંગ પુલ નજીક કરવામાં આવી છે પરંતુ સ્વીમીંગ પુલ નજીક મનપા દ્વારા બનાવેલો ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી બંધ હાલતમાં છે જેને લઇને સ્વિમિંગ પુલ નું પાણી ફિલ્ટર કે ચોખ્ખું થયા વગર ફરી પાછું એનું એ જ પાણી સ્વિમિંગ પુલમાં ઠલવાય છે એક બાજુથી પાણી નીકળી ફિલ્ટર પ્લાન્ટ માં જાય છે ત્યાં ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાને કારણે એનું એ જ પાણી ફરી પાછું બીજા પાઇપ મારફતે સ્વિમિંગ-પૂલમાં આવે છે જેને લઇને અહીં આવતા તરવૈયાઓ ના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે

સામાન્ય પરિસ્થિતિમાં એક સમયે એક સાથે સો કરતાં વધુ તરવૈયાઓ તરણ ની પ્રેક્ટિસ કરતા હોય છે ત્યારે આ પાણીને ચોખ્ખું કરવું આવશ્યક હોય છે જેના ભાગરૂપે આયોજન કરવામાં આવતું હોય છે એવા ઘણા રોગો છે જે પાણી દ્વારા ફેલાય શકે છે તેમજ દૂષિત પાણી ઘણી વખત તરણ કરતી વખતે તરવૈયાના મો.મારફતે તેના પેટમાં પણ જતું હોય છે.આવી પરિસ્થિતીમાં બેક્ટેરિયા અથવા તો અન્ય જીવજંતુઓ જે પાણીમાં તરતા રહે છે તે સીધે સીધા પાણી મારફતે તરવૈયાઓ ના પેટમાં દાખલ થાય છે જેને લઇને અહીં તંદુરસ્તી મેળવવા આવતા તરવૈયાઓ કોઈ ગંભીર બીમારીનો ભોગ બની શકે છે

જૂનાગઢ મનપા દ્વારા સંચાલિત આ સ્વિમિંગ પુલ શહેરના કેટલાય લોકો માટે તંદુરસ્તી મેળવવાનું એક આદર્શ અને આગવું સ્થાન છે પરંતુ આ સ્વિમિંગ પુલ માત્ર ઉનાળા દરમિયાન જ શરૂ રાખવામાં આવે છે તેમજ અહીં રખરખાવ નો પૂરતો અભાવ જોવા મળી રહ્યો છે સામાન્ય સંજોગોમાં સ્વિમિંગ પૂલ માં વપરાતું પાણી ચોખ્ખું નિસ્યંદિત અને ફિલ્ટર કરેલું હોવું જોઇએ તેવી ગાઈડ લાઈન્સ વખતો.વખત આરોગ્ય વિભાગ દ્વારા પણ જાહેર કરવામાં આવી છે તેમ છતાં મનપા દ્વારા સંચાલિત કાશ્મીર પુલવામાં પાણી સ્વચ્છ અને ફિલ્ટર થઇને નથી આવતું જેને લઇને અહીં આવતા તરવૈયા ઓ થોડો સંકોચ અનુભવે છે તેમજ આ સ્વિમિંગ પુલમાં શહેરની મહિલાઓ પણ તરણ માટે આવતી હોય છે પરંતુ અહીં કોઈ મહિલા કોચની વ્યવસ્થા નથી જેને લઇને મહિલાઓને તરણ અંગેની તાલીમ પણ મળી શકતી નથી માટે મહિલાઓ આ સ્વિમિંગ પુલમાં મહિલા કોચની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી પણ માંગ થઇ રહી છે

બાઈટ 1 શાંતિલાલ રૂપારેલીયા સ્થાનિક જુનાગઢ
બાઈટ 2 સિદ્ધાર્થ વરિયા. સ્થાનિક જુનાગઢ

Conclusion:કાળઝાળ ગરમીમાંથી મુક્તિ અપાવતો સ્વિમિંગ પૂલ પરંતુ પુલમાં રહેલું પાણી ફિલ્ટર નહીં હોવાને કારણે કોઈ બીમારી ઉભી કરી શકે છે તેવો ભય તરવૈયાઓને લાગી રહ્યો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.