- મફતમાં ભોજન મળી રહ્યું છે તેવા વાયરલ મેસેજનો મામલો
- સામાજિક સંગઠનોએ આવા અહેવાલોને આપ્યો રદિયો
- કોઈપણ વ્યક્તિ કે અરજદાર એ હજૂ સુધી ભોજન માટે સંપર્ક કર્યો નથી
જૂનાગઢ : કેટલાક માધ્યમોમાં જૂનાગઢ શહેરમાં ફરીથી મફત ભોજનની શરૂઆત થઈ રહી છે. તેવા મેસેજ અસત્ય હોવાનું જણાવતા NGO આ પ્રકારના અહેવાલો કેટલાક માધ્યમોમાં પ્રસિદ્ધ થયા છે, તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો દ્વારા જૂનાગઢમાં મફત ભોજન મળી રહ્યું છે. તેવા મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે. જેને લઇને સામાજિક સંગઠનો અને તંત્રને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રસિદ્ધ થયેલા અહેવાલો બિલકુલ પાયા વિહોણા તેમજ લોકોને ગેરમાર્ગે દોરનારા
ETV BHARAT દ્વારા લોકડાઉન દરમિયાન લોકો અને પશુઓ માટે વિનામૂલ્યે ભોજન અને ચા-નાસ્તા અને ઘાસચારાની વ્યવસ્થા કરનારા NGOનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો બિલકુલ પાયા વિહોણા તેમજ લોકોને ગેરમાર્ગે દોરનારા હોવાનું જણાવ્યું હતું.