ETV Bharat / state

ડિસ્કવર ઈન્ડિયાઃ ધાર્મિકની સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે દામોદર કુંડ - Holy Damodar Kund, located in Junagadh

જૂનાગઢમાં આવેલો પવિત્ર દામોદર કુંડ ધાર્મિકની સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. આ કુંડમાં નરસિંહ મહેતા નિત્યક્રમે સ્નાન કરતા હતા. તો બીજી તરફ આ જ દામોદર કુંડ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અસ્થિ વિસર્જનનો સાક્ષી પણ બનેલો છે.

junagadh
http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/07-March-2020/6330491_junaghad.mp4
author img

By

Published : Mar 7, 2020, 6:44 PM IST

જૂનાગઢઃ જિલ્લાની ગીર તળેટીમાં આવેલો પવિત્ર દામોદર કુંડ ધાર્મિક મહત્વ ધરાવે છે. એમ કહેવાય છે કે, કોઇ પણ ધાર્મિક યાત્રાએ ગયા બાદ જો યાત્રા પૂર્ણ કરતાં આ સમયે દામોદર કુંડમાં સ્નાન કરવામાં ન આવે તો યાત્રા પૂર્ણ ગણાતી નથી તો બીજી તરફ આજ દામોદર કુંડમાં નરસિંહ મહેતા ભગવાન દામોદરજીના દર્શન તેમજ નિત્યક્રમે સ્નાન માટે આવતા હતા. અહીં શિવરાત્રિના પાવન પર્વે તેમજ પરિક્રમાના સમય દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પવિત્ર સ્નાન કરીને ભવભવનું ભાથું બાંધતા હોય છે.

ડિસ્કવર ઈન્ડિયાઃ ધાર્મિકની સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે દામોદર કુંડ
આજ દામોદર કુંડમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઈચ્છા અને તેમની આજ્ઞા અનુસાર અહીં તેમના અસ્થિ વિસર્જન તેમના ભત્રીજા શામળદાસ ગાંધી દ્વારા કરવામાં આવ્યા હતા. હિંદુ સનાતન ધર્મની માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણનું પિંડદાન દામોદર કુંડમાં કરવામાં આવ્યું હોવાના પુરાવાઓ પણ મળી રહ્યા છે. તો બીજી તરફ આ જ દામોદર કુંડમા રાજા રજવાડાઓ અને હિન્દુ શાસકોની ધાર્મિક ક્રિયા માટે પણ સાક્ષી બન્યો છે. વીર માંગડાવાળો, જોગીદાસ ખુમાણ, મહારાણા પ્રતાપના વંશજો તેમજ ગુલામ કાળમાં જૂનાગઢ જામનગર મોરબી ભાવનગર ગોંડલ સહિતના રાજા-મહારાજાઓના પરિવારજનોનું પિંડદાન અને ધાર્મિક વિધિથી પણ અહીં દામોદર કુંડના ઘાટ પર કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.