- પતંગ રસિકોની મોજ મજા પક્ષીઓ માટે બની મોતની સજા
- પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પાંચ પક્ષીઓના થયા મોત
- પતંગ રસિકોની મજા પક્ષીઓ માટે વર્ષોથી બનતી આવી છે મોતની સજા
જૂનાગઢઃ સમગ્ર રાજ્યમાં મકર સંક્રાંતિનો પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પતંગ રસિકો માટે મોજ મજાના પર્વ પક્ષીઓ માટે મોતનું કારણ બની રહ્યું છે. જૂનાગઢમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પાંચ કરતાં વધુ પક્ષીઓએ પતંગ રસિકોની મોજની મજા પક્ષીઓએ મોતની સજાના રૂપમાં ઉપાડીને પોતાના જીવની કુરબાની આપી હતી.
પતંગ રસિકોની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પાંચ કરતાં વધુ પક્ષીઓ મોતને ભેટયા
મકર સંક્રાંતિનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે પતંગ રસિકો પતંગ ચગાવીને મોજ મજા માણતા હોય છે. પતંગ રસિકોની આ મોજ-મજા પક્ષીઓ માટે મોતની સજા બની જાય છે. વર્ષોથી ઉતરાયણના દિવસે ધારદાર પતંગની દોરીથી કેટલાય પક્ષીઓ ઘાયલ થાય છે. તેમાં કેટલાક હતભાગી પક્ષીઓ પણ સામેલ હોય છે. જે પતંગની ધારદાર દોરી તેના જીવનની ડોર કાપવા માટે કારણ બની રહી છે. વર્ષોથી ઉત્તરાયણના દિવસે પતંગ રસિકો મોજથી પતંગો ચગાવતા હોય છે અને આ જ પતંગ રસિકોની મોજ અબોલ પક્ષીઓ માટે મોતનું કારણ બની રહી છે.
આજથી સતત જીવદયાપ્રેમીઓ પક્ષીઓ માટે રાહત કેમ્પ શરૂ કરી રહ્યા છે
આજથી સમગ્ર શહેરમાં વનવિભાગ જીવ દયા પ્રેમી અને કરુણા અભિયાનના સંયુક્ત ઉપક્રમે ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટેની હેલ્પલાઇન અને કેમ્પનું આયોજન કરતાં હોય છે. આજથી જૂનાગઢ શહેરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશોને ધ્યાને રાખીને રાહત કેમ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાય પક્ષીઓ ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. જેની સારવાર ઉપસ્થિત તબીબોએ કરી હતી. આ પૈકીના પાંચ કરતાં વધુ પક્ષીઓ હતભાગી સાબિત થયા હતા. જેનું મોત સારવાર દરમિયાન થવા પામ્યું છે.