- યુગલે અંગત પળો માણતો વીડિયો પોતાના મોબાઇલમાં શૂટ કર્યો
- મિત્રએ આ વીડિયો મેળવીને 10 લાખની ખંડણી માંગી
- પોલીસે આરોપી મિત્ર તેમજ તેના સગાભાઇની ધરપકડ કરી
જૂનાગઢ : અંગત પળોનો ઉતારેલા અંગત પળોનું વીડિયો શુટિંગ ક્યારેક ભારે પડતું હોય છે. જૂનાગઢના માંગરોળમાં એક યુગલને પોતાની અંગત પળોનું પોતાના મોબાઇલમાં શૂટિંગ કરવાનું ભારે પડ્યું છે. વ્યક્તિના ફોનમાંથી આ વીડિયો તેના એક મિત્રોએ મેળવી લીધા હતા. જે બાદ તેને વાયરલ કરવાની ધમકી આપીને 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે.
જણો સમગ્ર ઘટના?
આ અંગે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના માંગરોળમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માંગરોળ શહેરમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા એક વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં પત્ની સાથેની અંગત પળો કેદ કરી હતી. આ વીડિયો આરોપી આરોપીએ મેળવી લીધા હતા. જે બાદમાં બન્નેએ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ખંડણી માગી હતી. બન્ને આરોપી સગા ભાઈઓ છે. બન્ને ટ્રક ચલાવવાનું કામ કરે છે. બન્નેની ફરિયાદીની દુકાને બેઠક હતી અને એક એપ્લિકેશન લેવાના બહાને ઝેન્ડર એપના માધ્યમથી આ વીડિયો પોતાના મોબાઈલમાં લઇ લીધા બાદ ફરિયાદીને વારમ વાર વીડિયો વાયરલ કરવાની ધમકી મળતા ફરિયાદીએ હિંમત કરી માંગરોળ પોલીસ સ્ટેશનમાં સઘળી હકીકત કહી ફરિયાદ નોધાવી. હાલ બન્ને આરોપી પોલીસના કબ્જામાં છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.