ETV Bharat / state

કોરોના ઇફેક્ટ: જૂનાગઢમાંથી મજૂરોના સ્થળાંતરનો સિલસિલો યથાવત

કોરોના વાઇરસનો ખતરો જે પ્રકારે ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે, તેને લઈને હવે જૂનાગઢ જિલ્લામાંથી પણ મજૂરોનું વ્યાપક પ્રમાણમાં સ્થળાંતર થતું જોવા મળી રહ્યું છે.

Etv Bharat, Gujarati News, Junagadh News, Corona Virus News
જૂનાગઢમાંથી મજૂરોનું થઈ રહ્યું છે હજુ પણ પલાયન
author img

By

Published : Mar 30, 2020, 2:10 PM IST

જૂનાગઢ: કોરોના વાઈરસના સતત વધી રહેલા વ્યાપથી અને ખતરાને ધ્યાને લઇને જૂનાગઢ જિલ્લામાંથી મજૂરોનું સતત અને અવિરત સ્થળાંતર થઈ રહ્યું છે. ગત 4 દિવસથી જે પ્રકારે કરોને વાઇરસને કારણે જૂનાગઢ જિલ્લામાં ખેતી કામ અને અન્ય મજૂરી કામ માટે આવેલા મજૂરો પુષ્કળ પ્રમાણમાં તેમના વતન તરફ સ્થળાંતર કરી રહ્યા છે. જેને લઇને હવે સરકારની ચિંતા પણ ખુબ જરૂરી બની રહી છે. જે પ્રકારે કોરોના વાઇરસ હાહાકાર ફેલાવી રહ્યો છે, તેને કારણે મજૂરોમાં પણ હવે ભય વ્યાપી ગયો હશે અને આ જ કારણે તમામ મજૂરો અહીંથી સ્થળાંતર કરતા જોવા મળી રહ્યા છે.

ગત 24 કલાકમાં જૂનાગઢ જિલ્લામાંથી 400 કરતાં વધુ મજુરોને રાજસ્થાન, મહારાષ્ટ્ર, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને ગોધરા તરફ મોકલવામાં આવ્યા છે, ત્યારે સોમવારે વહેલી સવારે જૂનાગઢ એસટી સ્ટેન્ડ નજીક 20 કરતાં વધુ મજૂરો તેમના પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. જેની જાણ પોલીસ અને આરોગ્યકર્મીઓની થતા તમામ મજૂરોનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને તમામના વ્યક્તિગત આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે. આ તમામ મજૂરોને હવે તેમના વતન તરફ મોકલવા માટેના કાર્યવાહી જિલ્લા વહીવટીતંત્ર આગામી દિવસોમાં હાથ ધરશે.

જે પ્રકારે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે, તેને ધ્યાને રાખીને હવે મજૂરો પણ ખૂબ પુષ્કળ પ્રમાણમાં જૂનાગઢ જિલ્લામાંથી સ્થળાંતર કરી રહ્યા છે તેને લઈને હવે ખુબ ચિંતાઓ પણ પ્રવર્તી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.