જૂનાગઢ : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. જેને લઇને સમગ્ર વિશ્વની માનવજાત આજે કોરોના વાઇરસની સામે લાચાર બનતી જોવા મળી રહી છે, ત્યારે કેટલાક દેશો અને વિસ્તારોમાં કોરોના વાઇરસ વાઘ, શ્વાન અને ગઈકાલે એક બિલાડીના મળમાં કોરોના વાઇરસની અસર જોવા મળી હતી. જેને લઇને ચિંતાઓ પણ વ્યાપી રહી છે, ત્યારે જૂનાગઢના પશુ તબીબ મિથુન ખાટરીયા એ સમગ્ર મામલે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે લોકોને ડરવાની જરૂર નથી. હા માત્ર કેટલીક સાવચેતી અને સાવધાની રાખીને કોરોના વાઇરસના સંક્રમણથી સૌ કોઈ બચી શકે છે તેવો તેમનો મત પ્રગટ કર્યો હતો.
કોરોના વાઇરસ પશુઓથી મનુષ્યમાં ફેલાવાની શક્યતાઓ બિલકુલ નહિવત : પશુ ડોક્ટર
જૂનાગઢના પશુ તબીબનો દાવો છે કે, કોરોના જેવો ગંભીર વાઇરસ શ્વાન જેવા પાલતુ પશુઓમાં વર્ષોથી જોવા મળી રહ્યો છે અને કેટલાક પાલતુ પશુ અને પ્રાણીઓમાં આ પ્રકારના વાઇરસને આલ્ફા કોરોના તરીકે ઓળખવામાં આવે છે. જે મોટે ભાગે પાલતુ પ્રાણીઓમાંથી કોઇપણ વ્યક્તિઓમાં ફેલાતો નથી, પરંતુ બીટા પ્રકારનો કોરોના વાઇરસ વ્યક્તિઓથી વ્યક્તિઓમાં ફેલાવા માટે કુખ્યાત છે. જેને લઇને દરેક વ્યક્તિઓએ પૂરતી કાળજી અને સાવચેતી રાખવાની સલાહ પશુ તબીબ આપી રહ્યા છે.