જૂનાગઢ પોલીસને આંતર રાજ્ય કોલ સેન્ટરને પકડી પાડવામાં સફળતા મળી હતી. જૂનાગઢની એક મુસ્લિમ મહિલાને કોલ કરીને તેમને છેતરવાનો પ્રયાસ કરતા મહિલા સજાગ બની અને આરોપીઓ વિરૂદ્ધ જૂનાગઢ પોલીસમાં ફરિયાદ કરતા જૂનાગઢ પોલીસે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના બે ઈસમોને ઝડપી પાડીને સમગ્ર કૌભાંડ ખુલ્લું કર્યું હતું.
કોલ સેન્ટર દ્વારા લોકોને લોભામણી જાહેરાતો આપીને તેમનો ફોન મારફત સંપર્ક કરી લાલચમાં ફસાવી અને લૂંટવાની યોજનાઓ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી ત્યારે જુનાગઢના ચિતાખાના ચોક માં રહેતી મહિલાને કોઈ કોલ સેન્ટરમાંથી ફોન આવ્યો હતો અને તેમને ડોલ્ફિન wifi ટાવર નાખવા માટે ની લોભામણી અને લલચામણી જાહેરાતો આપી અને મહિલાને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ મહિલા સજાક બનતા પોલીસને ફરિયાદ કરી હતી કે જેના પરથી આ સમગ્ર કોલસેન્ટર નું કૌભાંડ બહાર આવ્યું હતું
આ ચોર ગ્રાહકોના ડેટાની ચોરીને મોબાઈલ નંબર મેળવી ગ્રાહકોને લોભામણી જાહેરાતો આપી અને તેની સ્કીમ માં જોડાવા માટે લલચાવતા હતા 5100 રૂપિયા જેટલી મામૂલી રકમ ભરીને લાખો રૂપિયા ઇનામ જીતવાની ની જાહેરાતો આપીને લોકોને છેતરવાનો પ્રયાસ કર્તા હતા. જેમાં કેટલાય લોકો છેતરાયા હતા, આરોપીઓએ online ડેટા એન્ટ્રી કરી દેશના કેટલાય લોકો પાસેથી 80 લાખ કરતા વધુની રકમ તેમના બેંક ખાતામાં જમા પણ કરાવી દીધી છે. ત્યારે સમગ્ર મામલો ખુલતા હવે આ બંને ઓનલાઇન છેતરતા ચોર પોલીસની પકડમાં આવી ગયા છે. આ બન્ને ચોરોએ દેશની વિવિધ બેંકોમાં 67 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવીને અલગ-અલગ બેંકના ખાતામાં અલગ-અલગ નામે ખોલાવી લોકોને 5000 અથવા તો તેનાથી વધુ રકમની ડિપોઝિટ જમાં કરાવીને પૈસા પડાવતા હતા પરંતુ અંતે આ બંને સાતીર ચોરનું પાપ જૂનાગઢમાં ખુલ્લુ પડ્યુ હતુ જૂનાગઢની એક મુસ્લિમ મહિલાની સજાગતાને કારણે સમગ્ર દેશમાં ચાલતા આ કોલ સેન્ટર નો પર્દાફાશ કરવામાં જુનાગઢ પોલીસને પણ સફળતા મળી હતી