ETV Bharat / state

રાષ્ટ્રીય કોંગ્રેસના 136માં સ્થાપના દિવસની જૂનાગઢમાં ઉજવણી કરાઈ

author img

By

Published : Dec 28, 2020, 1:37 PM IST

Updated : Dec 28, 2020, 1:45 PM IST

આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 136માં સ્થાપના દિવસની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કાર્યાલય ખાતે કોંગી કાર્યકરોએ પક્ષના રાષ્ટ્રધ્વજ ફરકાવીને પક્ષની રાજકીય અને સામાજિક જવાબદારીને યાદ કરી હતી. જેમાં પક્ષની વિચારધારાને રાષ્ટ્રના પ્રત્યેક નાગરિક સુધી પહોંચે તેને લઈને કામ કરવા કોંગી કાર્યકરોએ કટીબદ્ધતા દર્શાવી હતી.

congresss
congress
  • આજે જૂનાગઢમાં કોંગ્રેસના 136 વર્ષના સ્થાપના દિવસની કરાઇ ઉજવણી
  • કોંગી કાર્યકરો દ્વારા પક્ષના ધ્વજને સલામી આપવામાં આવી
  • પક્ષની વિચારધારાને પ્રત્યેક જન-જન સુધી પહોંચાડવા કોંગી કાર્યકરોનો નિશ્ચય

    જૂનાગઢઃ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો136 મો સ્થાપના દિવસ છે, જેને લઇને ઉજવણીનો દોર શરૂ થયો છે. ત્યારે જૂનાગઢમાં આવેલી શહેર અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી કાર્યકરોએ ઉપસ્થિત રહીને પક્ષના 138માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ તકે કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના ધ્વજને ફરકાવીને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ કોંગી કાર્યકરોએ 136 વર્ષની પક્ષની રાજકીય સફરને સલામી આપી હતી. આગામી દિવસોમાં કોંગ્રેસનું સંગઠન ફરી એક વખત રાષ્ટ્રના જનમાનસ સુધી પહોંચે તેવા કાર્યક્રમો કરવાની પણ કોંગી કાર્યકરોએ ચિંતન કર્યું હતું.
    રાષ્ટ્રીય કોંગ્રેસના 136માં સ્થાપના દિવસની જૂનાગઢમાં ઉજવણી કરાઈ

    સ્થાપના દિવસે કોંગ્રેસને ફરી એક વખત બેઠી કરવા કાર્યકરોએ કર્યો નિશ્ચય

    પક્ષના 136 માં સ્થાપના દિવસે કોંગી કાર્યકરોએ પક્ષને ફરી એક વખત જનમાનસ સુધી લઈ જવા માટેનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની શાખ ખાસ કરીને મતદારોમાં ધીરે ધીરે દૂર થતી જોવા મળી રહી છે. ત્યારે આજે પક્ષના 138 માં સ્થાપના દિવસ નિમિત્તે ફરી કોંગ્રેસ બેઠી થાય અને જૂની કોંગ્રેસની સાખ જનમાનસ સુધી પહોંચે તે માટેના કાર્યક્રમો થકી પ્રત્યેક કોંગી કાર્યકર પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચીને 136 વર્ષની કોંગ્રેસની રાજકીય અને સામાજિક સફરની માહિતી લોકો સુધી પહોંચાડશે. આ એક જ માધ્યમ છે કે જેના થકી કોંગ્રેસ પક્ષ ફરી એક વખત જનમાનસ સુધી પહોંચવા માટે કમરતોડ મહેનત કરશે અને પક્ષને ફરીથી મુખ્ય રાજકીય ધારા માલ આવવાનો આજે કોંગી કાર્યકરોએ દ્રઢ નિશ્ચય કર્યો હતો.

Last Updated : Dec 28, 2020, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.