ETV Bharat / state

જીએસટીમા પડી રહેલી સમસ્યાઓને લઈ કરવેરા નિષ્ણાંતો અને વકીલોએ કલેકટર અને કરવેરા કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર - કલેકટર

જીએસટી બોટલમાં પડી રહેલી અનેક સમસ્યાઓ અને વિસંગતતાઓને લઈને જૂનાગઢના ટેક્સ કન્સલ્ટન્ટ અને વકીલોએ મળીને જૂનાગઢ કલેકટર અને જીએસટી કમિશ્નરને આવેદનપત્ર પાઠવીને સમગ્ર મામલામાં ઘટતું કરવાની માગ કરી હતી.

કરવેરા નિષ્ણાંતો અને વકીલોએ કલેકટર અને કરવેરા કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર

author img

By

Published : Feb 12, 2020, 3:27 PM IST

જૂનાગઢ : ગુુડ એન્ડ સર્વિસ ટેક્સના કાયદા મુજબ જરૂરી રીટન જીએસટીઆર 9 અને જીએસટીઆર 9c અપલોડ કરવાની તારીખ દરમિયાન આ પોર્ટલ જામ રહેતા વેપારીઓને ફોર્મ અપલોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેની મુદત વધારવા અને પોર્ટલને વ્યવસ્થિત કરવા માટે ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા આજે જૂનાગઢ કલેકટર અને વેચાણવેરા કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

કરવેરા નિષ્ણાંતો અને વકીલોએ કલેકટર અને કરવેરા કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર
છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના વેપારીઓ ખાસ કરીને તેના જીએસટી અપલોડ કરવાની લઈને ખૂબ જ તકલીફ અનુભવી રહ્યા છે. gst portal સમય મર્યાદામાં કામ નહીં કરતા ઘણાખરા વેપારીઓ તેમના ગુડ્સ અને સર્વિસ ટેક્સ જીએસટી પોર્ટલ પર જમા કરાવી શક્યા નથી. જેને લઇને સમગ્ર મામલામાં મુદત વધારવામાં આવે અને જીએસટી portal વ્યવસ્થિત રીતે કામ કરતું થાય તેને લઈને આજે જૂનાગઢના કરવેરા સલાહકાર મંડળ દ્વારા કલેકટર અને કરવેરા કમિશ્નરને આવેદનપત્ર પાઠવીને સમગ્ર પ્રક્રિયામાં વેપારી અને કરવેરા સલાહકારોને ઓછી અગવડતા પડે તે માટે ઘટતું કરવા માગ કરી હતી.કરવેરા સલાહકાર સમિતિ જુનાગઢ આવેદનપત્ર આપવાની સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં જીએસટી પોર્ટલ પર પડી રહેલી મુશ્કેલીઓનું સમાધાન નહીં કરવામાં આવે તો કરવેરા સલાહકાર મહામંડળ આગામી દિવસોમાં જૂનાગઢ ખાતે પ્રતિકાત્મક આંદોલન કરવાનું પણ વિચારી રહ્યા છે. તેમજ આગામી ૧૮મી ફેબ્રુઆરીએ સમગ્ર ગુજરાતના પ્રેક્ટિશનર્સ સીએ cs વગેરે અમદાવાદમાં એકત્રિત થઈને મૌન રેલી કાઢવાનું પણ આયોજન કરી રહ્યા છે. આ આયોજનમાં ચેમ્બર ઓફ કોમર્સ વેપારી એસોસિયેશનને પણ જોડીને જીએસટી પોર્ટલને લઈને જે તકલીફ અને અગવડતા પડી રહી છે તેનું સમાધાનકારી વચલો રસ્તો નીકળે તે માટે આંદોલનના મંડાણ પણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.