જૂનાગઢ/ સોમનાથ: આજથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થયો છે. ત્યારે તમિલનાડુ થી આવેલા અને વર્ષો પૂર્વે તમીલનાડુમાં સ્થાયી થયેલા લોકો માટે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ખાસ લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું આયોજન થયું હતું. જેમાં સોમનાથ આવેલા પ્રવાસીઓની ભાષાકીય અનુકૂળતાને ધ્યાને રાખીને અંગ્રેજી ભાષામાં શૉ રજૂ કરાયો હતો.
લાઈટ એન્ડ સાઉન્ડ શૉ: સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ વખત ખાસ પ્રકારે અંગ્રેજી ભાષામાં લાઈટ એન્ડ સાઉન્ડ શૉ કરાયો હતો. જેમાં તમિલનાડુથી આવેલા શિવભક્તોએ સોમનાથ મહાદેવની સાંજની આરતીમાં ભાગ લઈને ત્યારબાદ થયેલા લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળીને સોમનાથની વાર્તા માણી હતી.
ભગવાન સોમનાથ સાથે જોડાયેલા પ્રસંગોને અંગ્રેજી ભાષામાં મહાદેવની સમીપે સમજ્યો હતો. તમિલનાડુના મદુરાઈથી આવેલા તમિલયનો એ સોમનાથ મહાદેવની સાથે કપડદી વિનાયક ગણપતિ અને કષ્ટભંજન હનુમાનજી મંદિરના દર્શન કરીને પણ ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન
ટૂંકી ફિલ્મનું નિદર્શન: આજથી હજાર વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રમાંથી પલાયન કરી તમિલનાડું ગયેલા લોકોને આવકાર્યા હતા. સૌરાષ્ટ્રના મૂળ અને વર્તમાનમાં તમિલનાડુમાં રહેતા તમિલિયનો આજે સોમનાથ મહાદેવ મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ નિહાળીને અભિભૂત થયા હતા. આ સાથે સોમનાથ મહાદેવ અને સોમનાથ ટ્રસ્ટને લગતી ટૂંકી ફિલ્મનું પણ નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને પણ નિહાળીને શિવ ભક્તો અભિભૂત થયા હતા.
આ પણ વાંચો Junagadh Lion: ગીર દેવડીયા સફારી પાર્કમાં એકદમ નજીકથી સિંહ દર્શન કરતા પ્રવાસીઓ
હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન: આજથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થયો છે. જેમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનનું પણ આયોજન થયું છે. ત્યારે આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં વેચાણ અને પ્રદર્શન માટે હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુપ ની ચીજ વસ્તુઓ રાખવામાં આવી છે. હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ વિભાગ અંતર્ગત કચ્છ તમિલ કલંકારી એપ્લિકેશન આર્ટ વગેરેનું પ્રદર્શન થયું છે. તો હેન્ડલૂમ વિભાગ અંતર્ગત પટોળા હાથવણાટ ની નાની અને મોટી લુમ સાથે લાઈવ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. એક્સપોમાં તમિલ અને ગુજરાતી હસ્તકલાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. 60 જેટલા સ્ટોલોમાંથી વિવિધ કારીગરો વસ્ત્રો અને અન્ય ઉત્પાદનોની લોકો ખરીદી પણ કરી શકશે.