જૂનાગઢ/સોમનાથ: સોમનાથ ને આંગણે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આગામી ગુરુવારે કાર્યક્રમનું સમાપન થવા જઈ રહ્યુ છે. ત્યારે મૂળ સૌરાષ્ટ્રના પરંતુ પાછલા ઘણા વર્ષોથી તમિલનાડુના સેલમ માં રહેતા ગોપાલ કાનને કેન્દ્ર સરકારના પ્રધાન અર્જુન રામ મેઘવાલ સમક્ષ વર્ષોથી ચાલતા આવતા સૌરાષ્ટ્ર કમ્યુનિટીના પ્રમાણપત્રને લઈને સવાલ કર્યો હતો. જે રીતે તમિલનાડુની સરકાર સૌરાષ્ટ્ર કોમ્યુનિટી ગેજેટમાં સમાવેશ કરીને તેનું પ્રમાણપત્ર આપી રહી છે. પણ મહારાષ્ટ્ર સરકાર આમ કરવાને લઈને પાછી-પાની કરી રહી છે.
આ પણ વાંચો JUNAGADH NEWS : જૂનાગઢની માંગરોળ સબ જેલમાંથી કેદીઓ પાસેથી મળી આવી પ્રતિબંધિત વસ્તુઓ
નથી મળ્યું કોઈ નિરાકરણ: પાછલા અનેક વર્ષોથી આ જ પ્રકારે સૌરાષ્ટ્રીયન કોમ્યુનિટીની માન્યતા ને લઈને મહારાષ્ટ્ર સરકાર હકારાત્મક દિશામાં અભિગમ ધરાવતી ન હોવાનું સામે આવ્યું છે. વર્તમાન સમયમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર ભાજપ શાસિત છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ સૌરાષ્ટ્ર કમ્યુનિટી નો ગેજેટમાં સમાવેશ કરીને તેને પ્રમાણપત્ર આપવામાં આવે તેવી માંગ મૂળ સૌરાષ્ટ્રીયન તમિલીયન કરી રહ્યા છે. જો મહારાષ્ટ્ર સરકાર સૌરાષ્ટ્રીયન કોમ્યુનિટી ગેજેટમાં સમાવેશ કરે તો અનેક સૌરાષ્ટ્રીયન તમીલ પરિવારોને મહારાષ્ટ્રમાં પણ ફાયદો થઈ શકે તેમ છે.
મહારાષ્ટ્રમાં મરાઠા રાજવી: સૌરાષ્ટ્રનોનું પલાયન પ્રથમ મહારાષ્ટ્રમાં થયું હતું. સોમનાથ ઉપર વિદ્યર્મીઓ દ્વારા આક્રમણ કરવાને કારણે રેશમ ઉદ્યોગ સાથે જે તે સમયે સંકળાયેલા સૌરાષ્ટ્રના લોકો દરિયાઈ માર્ગે અહીંથી પલાયન થયા હતા. જેને આશ્રય મહારાષ્ટ્રમાં મરાઠા રાજવી આપ્યો હતો. અહીંથી મહારાષ્ટ્રમાં ગયેલા અનેક પરિવારો વર્ષો સુધી મહારાષ્ટ્રમાં રહ્યા ત્યાં પણ વિદ્રોહ થતાં આ સૌરાષ્ટ્રીયન લોકો મહારાષ્ટ્ર થી કર્ણાટક પહોંચ્યા હતા.
આ પણ વાંચો Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન
અંતિમ મુકામ: ત્યાં કેટલાક વર્ષો વિતાવ્યા બાદ અંતિમ મુકામ તરીકે તમિલનાડુના મદુરાઈ અને તંજાવુર નજીક આજે પણ સ્થાયી થયેલા જોવા મળે છે. જે સ્થળાંતર નો ત્રીજો તબક્કો દર્શાવે છે પરંતુ પ્રથમ તબક્કામાં આ સૌરાષ્ટ્રીયન લોકો મહારાષ્ટ્રમાં મરાઠા શાસનકાળ દરમિયાન ત્યાં સ્થાયી થયા હતા. આજે સૌરાષ્ટ્રીયન કમ્યુનિટી નું પ્રમાણપત્ર જે રીતે તમિલનાડુ સરકાર આપે છે. તે જ રીતે મહારાષ્ટ્ર સરકાર આપે તેવી માંગ આજે સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં મૂળ સેલમના ગોપાલ કાનને કેન્દ્રીય પ્રધાન સમક્ષ કરી હતી.