જુનાગઢમાં ગામડાઓની મહિલાઓ પગભર બનીને તેમના પરિવારને આર્થિક રીતે મદદ કરી શકે તેવા હેતુ સાથે જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે સ્ટે હોમ પ્રોજેટ્ક શરુ કરવામાં આવ્યો છે. કાર્યક્રમના પ્રાથમિક તબક્કામાં સાસણ અને ગીરની 50 જેટલી મહિલાઓને પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
જુનાગઢમાં સાસણ આવતા પ્રવાસીઓને તેમના ઘરોમાં આવકારવા માટે ઘરને આગવી રીતે સજાવીને તેમાંથી આર્થિક ઉપાર્જન કરી શકાય છે. જે અંતર્ગત સ્ટે હોમ પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે. સમગ્ર સ્ટે હોમ પ્રોજેક્ટને લઈને ગીરની 50 જેટલી મહિલાઓને આધુનિક રીતે પ્રશિક્ષણ આપીને તેમને તૈયાર કરવામાં આવશે.
રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા મિઝોરમ અને મણિપુરમાં સ્ટે હોમ પ્રોજેક્ટને લાગુ કર્યા બાદ તેમાં મળેલી સફળતાને ધ્યાનમાં લઈને ગુજરાતના નર્મદા અને સાસણ પર પસંદગી ઉતારી છે. જેને લઈને સાસણ ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા અને ગુજરાતના અધ્યક્ષ લીલાબેન આકોલીયાએ મહીલાઓને સમગ્ર સ્ટે હોમ પ્રોજેક્ટને લઈને માહિતી આપીને આ પ્રોજેક્ટમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો.