જૂનાગઢ: આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં જૂનાગઢ શહેરની ખાનગી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડમાં સર્વોત્તમ પર્સન્ટાઈલ મેળવીને ઉજજવળ દેખાવ કરવામાં સફળ રહ્યા છે. તેની સાથે શાળાનું ઝળહળતું પરિણામ આવતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ શાળા પરિસરમાં હાજર રહ્યા હતા અને ઉજ્જવળ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
જ્યારે તાજેતરમાં જ ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું. તેમાં પણ જૂનાગઢ શહેરની સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ પણ સર્વોત્તમ પર્સન્ટાઈલ મેળવીને શિક્ષણ બોર્ડમાં પોતાનું નામ રોશન કર્યું હતું. આજે ફરી એક વખત ધોરણ 12ના પરિણામમાં પણ ત્રણ વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડમાં ઉત્તમ દેખાવ કરવામાં સફળ રહ્યા છે.
