ETV Bharat / state

માળીયા હાટીના ગામમાં ઘર કંકાસને લઈ પુત્રએ કરી પિતાની હત્યા - પુત્ર દ્વારા પિતાની હત્યા

જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના જુથડ ગામે પુત્ર દ્વારા પિતાની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. માળીયા હાટીના નાના એવા જુથડ ગામમાં ઘર કંકાસને લઈ રોષે ભરાયેલા પુત્ર દ્વારા પિતાની હત્યા કરવામાં આવી હતી.

ds
s
author img

By

Published : Jan 23, 2021, 12:14 PM IST

  • માળીયા હાટીના ગામમાં પુત્રએ કરી પિતાની હત્યા
  • પુત્રએ છરીના ઘા જીંકી કરી પિતાની હત્યા
  • ઘર કંકાસને લઈ પુત્રએ રોષે ભરાઈ કરી હત્યા

    જુનાગઢઃ માળીયા હાટીના તાલુકાના જુથડ ગામે ગત મોડી રાતે એક કૌટુંબિક કલૈશમાં પુત્રએ પોતાના પિતાની છરીના ઘા જીંકી હત્યા કરી હતી. હત્યા બાદ રાત્રીના સુમારે આજુબાજુના લોકો જાગીને એકઠા થયા હતાં. આ લોકોએ 108ને બોલાવી મૃતક વ્યક્તિને માળીયા હાટીનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતાં.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપી પુત્રની ધરપકડ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી હાલ સગીર હોવાને કારણે પોલીસ દ્વારા તેમના જન્મ અંગેના આધાર મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પુત્રએ પિતાની હત્યા કરતા નાનકડા એવા જુથડ ગામમાં શોકનું મોજું ફેલાયું છે. હાલમાં આ હત્યા થતાં લોકો આરોપીને જેલ હવાલે કરવાની માંગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.