ETV Bharat / state

કોરોના સંક્રમણ કાળમાં સોમનાથની ચોપાટી પ્રવાસીઓ વિહોણી - gujarat news

કોરોના સંક્રમણ કાળમાં સોમનાથની ચોપાટી પ્રવાસીઓ વિહોણી જોવા મળી રહી છે. સોમનાથ ચોપાટી પર કોરોના સંક્રમણ પહેલા લાખોની સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ જોવા મળતા હતા, પરંતુ કોરોના સંક્રમણને કારણે ચોપાટી પ્રવાસીઓ વિહોણી જોવા મળી રહી છે.

Somnath's Chopati
Somnath's Chopati
author img

By

Published : Feb 3, 2021, 10:39 PM IST

  • કોરોનાને કારણે સોમનાથની ચોપાટી પ્રવાસીઓ વગરની જોવા મળી
  • કોરોના સંક્રમણનું ગ્રહણ સોમનાથની ચોપાટી પર જોવા મળ્યું
  • દેશ-વિદેશના લાખો પ્રવાસીઓથી ભરપૂર જોવા મળતી ચોપાટી પ્રવાસીઓ વિહોણી
    સોમનાથની ચોપાટી પ્રવાસીઓ વિહોણી

જૂનાગઢ: કોરોના સંક્રમણ બાદ સૌથી મોટો ધક્કો પર્યટન ઉદ્યોગને લાગ્યો છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પર્યટન ઉદ્યોગ માટે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે, ત્યારે કોરોના સંક્રમણનો ખતરો ધીમે ધીમે ઓછો થતાં તબક્કાવાર પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. તેમ છતાં પર્યટન ક્ષેત્રો હજુ પણ પ્રવાસીઓ વિહોણા જોવા મળી રહ્યા છે. સોમનાથમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે હજુ પણ સોમનાથની ચોપાટી પ્રવાસીઓ વિહોણી જોવા મળી રહી છે.

આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો

દર વર્ષે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સોમનાથ આવતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ બાદ જે છૂટછાટ આપવામાં આવી છે. તેને લઈને ખૂબ જૂજ માત્રામાં પ્રવાસીઓ સોમનાથ આવી રહ્યા છે. જેની વિપરીત અસર પર્યટન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. જે સમયે સોમનાથ ચોપાટી પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળતા હોય છે, તેવા સમયે સોમનાથ ચોપાટી પર એકલ-દોકલ પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. જેના કારણે પર્યટન ઉદ્યોગ પૂર્વવત બનવામાં અનેક અડચણો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.