ETV Bharat / state

રાજકીય પક્ષોના પ્રચાર પર લોકોના ટેક્સના પૈસે લગાવવામાં આવી રહ્યો છે પીછો - Political parties of Gujarat

આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. રાજકીય પક્ષો દ્વારા જૂનાગઢ શહેરના સરકારી અને ખાનગી ઇમારતોની દિવાલ પર પક્ષના ચૂંટણી ચિન્હો ચૂંટણી પ્રચારના ભાગરૂપે ચિતરવામાં આવ્યા હતા જેના પર હવે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સના પૈસા માંથી પીંછડો લગાવવામાં આવી રહ્યો છે. Gujarat Assembly Election 2022, Political parties of Gujarat, Signs of political parties, Symbols of political parties removed in Junagadh

રાજકીય પક્ષોના પ્રચાર પર લોકોના ટેક્સના પૈસે લગાવવામાં આવી રહ્યો છે પીછો

author img

By

Published : Sep 6, 2022, 3:28 PM IST

Updated : Sep 6, 2022, 5:30 PM IST

જૂનાગઢ રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ ખૂબ નજીકના સમયમાં (Gujarat Assembly Election 2022)યોજાનાર છે. ચૂંટણી પૂર્વે જ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારની સરકારી અને કેટલીક ખાનગી ઇમારતોની દિવાલ પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ચૂંટણી પ્રચાર માટે પક્ષના ચૂંટણી ચિન્હો ઉપયોગ કરીને દિવાલો પર પેઇન્ટિંગ (Symbols of political parties removed in Junagadh)કર્યું હતું. હવે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન( Junagadh Municipal Corporation)દ્વારા શહેરના તમામ સરકારી અને ખાનગી ઇમારતો પરથી ચૂંટણી પ્રચારના પોસ્ટરો અને પેઇન્ટિંગને દૂર કરવામાં આવી રહ્યા છે.

પક્ષના ચિન્હો

રાજકીય પ્રચાર પૂર્વે મંજૂરી લેવી ફરજિયાત કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા સરકારી ઇમારતો પર જે પ્રકારે પક્ષો પોતાનો રાજકીય પ્રચાર કરી રહ્યા હતા તે કાયદાની વિરુદ્ધમાં અને નિયમનો ભંગ પણ થતો હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફળું જાગ્યું છે અને આજથી તમામ પેઇન્ટિંગ પર પિછડો લગાવવાની કામગીરી શરૂ કરી છે. કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર શરૂ કરતાં પૂર્વે કોઈ પણ ખાનગી કે સરકારી મિલકત પર પોતાના પક્ષનો પ્રચાર થાય તે રીતે પેઇન્ટિંગ અને હોર્ડિગસ લગાવતા પૂર્વે તેની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક હોય છે. જો મિલકત ધારક મંજૂરી આપે તો કોઈ પણ રાજકીય પક્ષ ત્યાં પ્રચાર કરી શકે પરંતુ સરકારી ઇમારતો પર કોઈપણ રાજકીય પક્ષ ક્યારેય પ્રચાર કરી શકતો નથી.

કોર્પોરેશન રાજકીય પક્ષ પાસેથી વસૂલી શકે છે ચાર્જ જૂનાગઢ શહેરની મોટાભાગની સરકારી ઇમારતોની દીવાલો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના પક્ષના ચૂંટણી ચિન્હોની સાથે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો હતો જેમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાના ટેક્સના પૈસા માંથી આવા પેઇન્ટિંગ અને બેનરો પર વિછડો ફેરવવાની કામગીરી શરૂ કરી છે. સરકારી નિયમ મુજબ કોઈપણ રાજકીય પક્ષ સરકારી ઇમારતો પર પોતાનો રાજકીય અને ચૂંટણી પ્રચાર કરી શકે નહીં ખાનગી મીલકતો પર મિલકત ધારકોની પૂર્વ મંજૂરી અને શરતોને આધીન કોઈપણ વ્યક્તિ કે રાજકીય પક્ષ પોતાનો પ્રચાર કરી શકે છે. પરંતુ સરકારી ઇમારતો પર કોઈપણ રાજકીય પક્ષ કે વ્યક્તિ પોતાનું ચૂંટણી પ્રચાર કરી શકતો નથી આવી પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ રાજકીય પક્ષો પાસેથી જાહેરાતનો ચાર્જ અને ત્યારબાદ તેની જાહેરાત દૂર કરવા પાછળ થયેલા ખર્ચ વસૂલ કરશે કે કેમ તેને લઈને અનેક શંકાઓ પ્રવર્તી રહી છે.

Last Updated : Sep 6, 2022, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.