ETV Bharat / state

આઠ સદીથી ગુજરાતમાં રહેતા સીદ્દી આદિવાસીઓ આજે પણ સરકારી ઉદાસીનતાનો ભોગ - નવાબી કાળ

મૂળ આફ્રિકાનું ગોત્ર ધરાવતા અને પાછલી આઠ સદીથી ભારત અને ગુજરાતમાં રહેતા સિદ્દી આદિવાસીઓ (The Siddi tribals) આજે પણ સરકારી ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે નવાબી કાળ ના શાસન મા જુનાગઢમાં આફ્રિકા થી આવેલા સિદી આદિવાસી જુનાગઢ અને ગીર સોમનાથમાં મજૂરી અર્થે આવ્યા હતા અને ત્યારબાદ અહીં સ્થાયી થયા છે પરંતુ પાછલા 30 વર્ષ કરતાં વધુ સમયથી આંગળીને વેઢે ગણી શકાય તેટલા સીદ્દી આદિવાસીઓના ગામમાં આજે પણ વિકાસ દીવા સ્વપ્ન બની રહ્યો છે..

સીદ્દી આદિવાસીઓ આજે પણ સરકારી ઉદાસીનતાનો ભોગ
siddi-tribes-living-in-gujarat-for-eight-centuries-are-still-victims-of-government-indifference
author img

By

Published : Nov 11, 2022, 6:16 PM IST

Updated : Nov 22, 2022, 7:42 PM IST

જુનાગઢ: મૂળ આફ્રિકાનું ગોત્ર (A tribe originally from Africa) ધરાવતા અને પાછલી આઠ સદીથી ભારત અને ગુજરાતમાં રહેતા સિદ્દી આદિવાસીઓ (The Siddi tribals) આજે પણ સરકારી ઉદાસીનતાનો ભોગ બની રહ્યા (suffering from government indifference) છે. નવાબી કાળના શાસનમાં (During the Nawabi period) જુનાગઢમાં આફ્રિકાથી આવેલા સીદ્દી આદિવાસી જૂનાગઢ અને ગીર સોમનાથમાં (came from Africa came to Junagadh) મજૂરી અર્થે આવ્યા હતા અને ત્યારબાદ અહીં સ્થાયી થયા છે પરંતુ પાછલા 30 વર્ષ કરતાં વધુ સમયથી આંગળીને વેઢે ગણી શકાય તેટલા સીદ્દી આદિવાસીઓના ગામમાં આજે પણ વિકાસ દીવા સ્વપ્ન બની રહ્યો છે. મત લેવા માટે આવતા નેતાઓ મત મેળવીને ફરી એક વખત સીદ્દી આદિવાસીઓને દીવા તળે અંધારું સમાન માનીને તેને ફરી એક વખત છેતરવા માટે આવી રહ્યા છે તેવો ગર્ભિત ઈશારો સીદ્દી આદિવાસીઓએ કર્યો છે

સીદ્દી આદિવાસીઓ આજે પણ સરકારી ઉદાસીનતાનો ભોગ

આઠ સદીથી સિદ્દી આદિવાસીઓ છે ગુજરાતમાં: મૂળ આફ્રિકાનું ગોત્ર ધરાવતા સીદ્દી આદિવાસીઓ પાછલી આઠ સદીથી ભારત અને ત્યારબાદ ગુજરાતમાં સ્થાઈ નિવાસ કરી રહ્યા છે જૂનાગઢમાં નવાબીકાળના શાસન દરમિયાન સીદ્દી આદિવાસીઓને જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં મજૂરી અને જંગલમાં લોકોની રખેવાળી તેમજ વન્ય પ્રાણી નું રક્ષણ થાય તે માટે નવાબ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ સિદ્દી આદિવાસીઓ આજે જૂનાગઢના ગીર કાંઠાના ગામો અને પોતાનું અસલ વતન બનાવી પાછલી એક સદીથી વસવાટ કરી રહ્યા છે 850 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા સિદ્દી આદિવાસીઓ જુનાગઢમાં નવાબી શાસન દરમિયાન અહીં સ્થાઈ થયા હોવાનું માનવામાં આવે છે મૂળ આફ્રિકન સંસ્કૃતિ થી ભરેલા આ સિદ્દી આદિવાસીઓ આજે ગૌરવવંતી ગુજરાતીને પોતાની સાચી માતૃભૂમિ માની રહ્યા છે

સરકારની ઉદાસીનતા: નવાબી શાસન દરમિયાન ગીર કાંઠાના ગામો જાંબુર,શિરવાણ, માધુપુર અને તાલાલા વિસ્તારના ચાર જેટલા ગામોમાં સીદ્દી આદિવાસીઓના 400 જેટલા પરિવારો આજે કાયમી વસવાટ કરી રહ્યા છે. જેની વસ્તી અંદાજિત 10,000 ની આસપાસ થવા જાય છે. પાછલી એક સદી કરતાં વધારે સમયથી ગીર કાંઠાના વિસ્તારમાં સ્થાયી થયેલા સિદ્દી આદિવાસીઓ આજે આફ્રિકન સંસ્કૃતની કદ અને કાઠી ધરાવે છે..પરંતુ ભારતને પોતાની માતૃભૂમિ માની રહ્યા છે અને આવનારી તેની તમામ પેઢીઓ ભારતની માતૃ ભૂમિમાં જ જોવા મળશે તેવી ખુમારી સાથેનો હુંકાર પણ કરી રહ્યા છે. 400 પરિવાર અને દસ હજાર જેટલી વસ્તી ધરાવતા સીદ્દી આદિવાસીઓ આજે પણ રાજ્ય સરકારની ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે. પાછલા 30 વર્ષ કરતાં વધુ સમયથી સીદ્દી આદિવાસીઓના ગામોમાં નોંધપાત્ર અને માળખાકીય કહી શકાય તેવી એક પણ સુવિધાઓ જોવા મળતી નથી. પાછલા અનેક દસકાથી સીદી સમાજ પોતાનો હક અને સુવિધાઓની માંગણી કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી તેમની માંગણીઓ પ્રત્યે નજર સુદ્ધા કરવામાં આવી નથી.

સીદ્દી સમાજમાં જોવા મળ્યો રોષ: સીદ્દી સમાજની એકમાત્ર વસ્તી ધરાવતા શીરવાણ ગામમાં આજે અનેક સમસ્યાઓ મોં ફાડીને ઊભેલી જોવા મળે છે. લોકસભા હોય કે વિધાનસભા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય કે પછી ગ્રામ પંચાયતના સરપંચને પસંદ કરવા માટેનું મતદાન સમયે તમામ રાજકીય પક્ષો દ્વારા ગામોમાં વિકાસ થશે તેવું લુખ્ખું આશ્વાસન આપવામાં આવે છે પરંતુ હજુ સુધી ગામમાં વિકાસ કહી શકાય તેવા એક પણ કામને પરિભાષિત કરી શકાય તેવી સ્થિતિમાં સીદ્દી આદિવાસી ઓની વસ્તી ધરાવતા કોઈ ગામો નથી. પાછળના 30 વર્ષથી ગામમાં સામાન્ય રોડ બનાવવાની લઈને માત્ર વચનો આપવામાં આવી રહ્યા છે પરંતુ રોડ હજુ સુધી ગામના લોકોને જોવા મળ્યો નથી

ETV ભારત સમક્ષ ઠાલવી હૈયા વરાળ: etv ભારતની ટીમે આજે સીદ્દી સમુદાયની એકમાત્ર વસ્તી ધરાવતા શિરવાણ ગામની મુલાકાત લીધી હતી.ગામમાં પોતાનું જીવન શરૂ કરનાર ફરીદાબેન વિકાસને લઈને રાજકીય પક્ષો પર ખૂબ જ રોષ ભેર ચાબખા મારી રહ્યા છે. ગામમાં રોજગારીનું કોઈ સાધન નથી રહેવા માટે પાકું ઘર બનાવવાની કોઈ વ્યવસ્થા હજુ સુધી થઈ નથી. વન વિભાગના આકરા નિયમો ગામમાં પથ્થરનું ચણતર કરી શકાય તે માટે અવરોધ રૂપ બને છે. તેમ છતાં પાછલા 30 વર્ષથી રાજ્યની તમામ સરકારો વન વિભાગના જક્કી અને જિદ્દી વલણને ઓછું કરવા માટે સીદ્દી સમાજની વહારે આવી નથી તેનો ખૂબ રોષ ફરીદાબેન વ્યક્ત કરી રહ્યા છે

સરકારી કામો માટે ખાવા પડે છે ધક્કા: શિરવાણ ગામમાં રહેતા નજમાબેન જણાવે છે કે પણ રોજગારી, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ઉત્થાન માટે ગામમાં હજુ સુધી કોઈપણ પ્રકારનું કામ રાજકીય પક્ષો અને આગવાનોએ કર્યું નથી. શિરવાણ ગામના વૃદ્ધ બિલાલ ભાઈ પણ સરકારની ઉદાસીનતા ગામમાં જ્યાં નજર કરો ત્યાં નજરે પડે છે તેવું જણાવીને સરકાર આંગળીને વેઢે ગણી શકાય તેટલા ગામોમાં રહેતા સીદ્દી આદિવાસી પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે તેવો આક્ષેપ કર્યો હતો... રહેમતબેન પાછલા પાંચ વર્ષથી પોતાની પુત્રવધુ માટે આધાર કાર્ડ કઢાવવા માટે સરકારની તમામ ઓફિસોના ચક્કર કાપી રહ્યા છે પરંતુ ગામમાં લગ્ન થયાને આજે પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આધાર કાર્ડ નીકળ્યું નથી.

Last Updated : Nov 22, 2022, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.