સમગ્ર દેશ અને રાજ્યમાં ભોળાનાથની લિંગના રૂપમાં પૂજા અને દર્શન થાય છે પરંતુ જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં આવેલા ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં ભોળાનાથ અને માતા પાર્વતી સાકાર રૂપમાં તેમના ભક્તોને દર્શન આપીને ભક્તોની ધન્યતામાં અનેક ગણો વધારો કરે છે. જૂનાગઢમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના હસ્તે વિક્રમ સંવત 1884 મા ભગવાન શિવનું સાકાર સ્વરૂપે સ્થાપના કારઇ હતી અને શિવની પૂજા કરવામાં આવી હતી, ત્યારથી જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ તરીકે આજે પણ પૂજાય રહ્યા છે.
સિદ્ધેશ્વર મહાદેવ તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જેને લઇને સમગ્ર જૂનાગઢ પંથકમાં સિદ્ધેશ્વર મહાદેવ એક આસ્થાના કેન્દ્રના રૂપમાં પૂજાય રહ્યા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં અભિષેક, અન્નકોટ દર્શન, રુદ્ર પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ તમામ ધાર્મિક કાર્યક્રમોમાં ભોળાનાથના ભક્તો ભારે આસ્થા સાથે ભાગ લઈને પોતાને શિવમય બનાવે છે.