જૂનાગઢ: સોમનાથ ટ્રસ્ટ દ્વારા 21 રૂપિયાના દાન સાથે સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા કરવાની નવી વ્યવસ્થા શરૂ કરી છે. આગામી મહા શિવરાત્રીના મેળાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિલ્વ પૂજા શરૂ કરવામાં આવી છે. જેમાં કોઇ પણ શિવભક્ત ઓનલાઈન અથવા તો સોમનાથ ટ્રસ્ટ સાથે ટેલિફોનિક સંપર્ક સાધીને બિલ્વ પૂજા નોંધાવી શકે છે. બિલમાં પૂજા બાદ પ્રસાદી રૂપે બિલ્વપત્ર જે તે શિવભકતને પોસ્ટ મારફતે તેમના ઘર સુધી પહોંચતું કરવાની વ્યવસ્થા પણ સોમનાથ ટ્રસ્ટે કરી છે.
શિવ ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી વિશેષ બિલ્વ પૂજા: સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવ ભક્તોની લાગણી અને માગણીને ધ્યાને રાખીને દેવાધિદેવ મહાદેવ પર પ્રત્યેક શિવ ભક્ત 21 રૂપિયા જેટલા ન્યોછાવર દાન સાથે મહાદેવ પર બિલ્વ અભિષેક અને પૂજા કરી શકે તે માટેની નવી વ્યવસ્થા શરૂ કરી છે. જે માટે સોમનાથ મંદિર ટ્રસ્ટનો ઓનલાઈન અથવા તો ટેલિફોનિક સંપર્ક કરીને કોઈ પણ વ્યક્તિ દેવાધિદેવ મહાદેવ પર બિલ્વનો અભિષેક અને પૂજા કરી શકશે. અગાઉ શિવ ભક્તો દ્વારા મહાદેવને અર્પણ કરવામાં આવતા બિલ્વપત્ર પૂજારીને આપવામાં આવતા હતા. હવે કોઈપણ વ્યક્તિ સોમનાથ મહાદેવ પર 21 રૂપિયાના ન્યોછાવર દાન સાથે મહાદેવની બિલ્વ પૂજા પણ કરી શકશે.
આ પણ વાંચો Somnath Mahadev Pagh Puja : સોમનાથ મહાદેવની પાઘ પૂજા શરુ, ભક્તો લઈ શકશે આસ્થા સાથે ભાગ
બિલ્વપત્ર મહાદેવને છે અતિપ્રિય: શિવ સાથે જોડાયેલી તમામ ધાર્મિક કથાઓ અને સનાતન ધર્મ સંસ્કૃતિમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ દેવાધિદેવ મહાદેવને બિલ્વપત્ર અતિ પ્રિય હોવાનું મનાઈ છે. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम। त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥ જેથી પ્રત્યેક શિવભક્તો મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરતા હોય છે. બિલ્વપત્ર ને ત્રિદોષ ના શમન કરવા સાથે પણ સરખાવવામાં આવે છે. વધુમાં મહાદેવને બિલ્વપત્રનો અભિષેક કરવાથી ત્રણ જન્મના પાપોનો નાશ પણ થતો હોય છે તેવી પ્રબળ ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે. જેને લઈને પણ બિલ્વપૂજા અને અભિષેકને પણ મહત્ત્વનું માનવામાં આવે છે.
આ પણ વાંચો Mauni Amavasya 2023: આ દિવસે કરાતી પૂજાથી મળે છે મનોવાંચ્છિત ફળ, જાણો અનેરો મહિમા
બિલ્વ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ: કેટલાક ધર્મગ્રંથોમાં બિલ્વપત્રનો ઉલ્લેખ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં પણ કરવામાં આવે છે. જેથી શિવ સાથે જોડાયેલ આ તમામ ધાર્મિક ગ્રંથો અને કથાઓમાં બિલ્વપત્ર અને ખૂબ જ ધાર્મિકતા સાથે મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગામી મહાશિવરાત્રીના પાવન પર્વને ધ્યાને રાખીને શિવભક્તો સોમનાથ મહાદેવ પર ફિલ્મ પત્રનો અભિષેક અને પૂજા કરી શકે તે માટે ઓનલાઈન અને મંદિર પરિસરમાં ટેલિફોનિક સંપર્કથી નવી સુવિધાઓ શરૂ કરી છે.