ગુજરાત ટેન્કર ફ્રી રાજ્ય છે અને ટેન્કર ભૂતકાળ બની ગયું છે તેવા દાવાઓ જાહેર મંચ પરથી અનેકવાર કરવામાં આવે છે. પરંતુ સરકારના આ દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ચોમાસાની વિધિવત શરુઆત થઈ ગઈ છે. છતાં પણ જળવ્યવસ્થાપનના અભાવે અનેક વિસ્તારમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે.
જેના લીધે જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ જેટલા વોર્ડોમાં ટેન્કરો મારફતે લોકોને પીવાનું પાણી પૂરું પાડવાની ફરજ પડી હતી. સરદારબાગ સ્થિત મહાનગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનથી અલગ-અલગ વોર્ડમાં પાણીના ફેરા મારવામાં આવે છે. સરકારના ટેન્કર ફ્રીના દાવા જુનાગઢમાં સર્જાયેલી પાણીની વિકટ પરિસ્થિતિને જોતા ખોટા સાબિત થઈ રહ્યા છે.