માહિતી અનુસાર, સાંગાવાળાનો રહેવાસી 20 વર્ષીય દિપક હરેશ માલમ પોતાનું બાઇક લઈ માંગરોળ તરફ આવી રહ્યો હતો, તે દરમિયાન વરામ બાગ પાસે તેની બાઇક ડીવાઇડર સાથે અથડાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સ્થાનિકો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી. ત્યારે 108ના મારફતે તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે,વારંવાર આ સ્થળે અકસ્માતોના બનાવો બનતા હોય છે અને ઘણાના ભોગ પણ લેવાયા છે. ત્યારે પાલિકા દ્વારા પણ હાઇવે ઓથોરિટીને અરજીઓ આપવા આવી હતી છતાં પણ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી.