જૂનાગઢ: મંગળવારે શ્રાવણી પૂનમ એટલે કે બળેવનુ પર્વ મનાવવામાં આવી રહ્યું છે. મંગળવારના દિવસે સનાતન ધર્મ સાથે જોડાયેલા પ્રત્યેક પરિવારો રક્ષાબંધનનો તહેવાર ઉજવતા હોય છે પરંતુ ઋગ્વેદી અને યજુર્વેદી બ્રાહ્મણો આ દિવસે નૂતન યજ્ઞોપવિત ધારણ કરીને શ્રાવણી પૂનમની ઉજવણી કરતા હોય છે. બળેવના દિવસે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાની કઈ પરંપરા છે. ચાર વર્ણોમાં યજ્ઞો પવિત ધારણ કરવાને લઈને ઋષિઓ દ્વારા કેવી પરંપરાને અનુમોદન આપ્યું છે. આ તમામ વિગતો માટે જુઓ અમારો વિશેષ અહેવાલ...
પરંપરાની શરૂઆત: શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનનો તહેવાર ધાર્મિક સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે સનાતન ધર્મની પરંપરા સાથે જોડાયેલા તમામ પરિવારો રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે પરંતુ ઋગ્વેદી અને યજુર્વેદી બ્રાહ્મણો આજના દિવસે નૂતન યજ્ઞોપવિત ધારણ કરીને શ્રાવણી પૂનમની વિશેષ ઉજવણી કરે છે. વર્ષમાં એક વખત શ્રાવણી પૂનમના દિવસે યજુર્વેદી અને ઋગ્વેદી બ્રાહ્મણો નૂતન યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં આપણા પ્રાચીન ઋષિમુનિઓએ ચાર વર્ણ આધારિત દરેક વર્ણમાં સમાવેશ થતી જ્ઞાતિને જનોઈ ધારણ કરવાની ઋષિકાલીન પરંપરા શરૂ કરાવી હતી.
યજ્ઞોપવિત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક: વર્ષમાં એક વખત શ્રાવણી પૂનમના દિવસે નૂતન યજ્ઞો પવિત ધારણ કરવાની ઋષિકાલીન પરંપરા આજે પણ જોવા મળે છે. જનોઈને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એમ ત્રિદેવને શરીર પર ધારણ કરવાની વિશેષ પરંપરા આજે પણ જળવાતી જોવા મળે છે. ચાર વર્ણ આધારિત બ્રાહ્મણો સૂતરમાંથી બનાવેલી સફેદ કલરની જનોઇ ધારણ કરે છે તો ક્ષત્રિય સફેદની સાથે શુદ્ર અને વૈશ્ય કેસરી કલરની જનોઈને ધારણ કરતા હોય છે. પ્રત્યેક વર્ણ અનુસાર જનોઈ ધારણ કરવાનો સમય અને તહેવાર સનાતન ધર્મની પરંપરા અનુસાર અલગ અલગ જોવા મળે છે.
યજ્ઞો પવિતની રચના: યજ્ઞો પવિત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સમન્વય રૂપે ત્રણ તાંતણાના રૂપમાં બનાવવામાં આવે છે. પ્રત્યેક તાતણો નવ તંતુનો બનાવવામાં આવે છે. નવ તંતુથી બનેલા ત્રણ તાંતણાની યજ્ઞો પવિત બનતી હોય છે જેમાં નવ દેવતાઓને બિરાજમાન કરાઈ છે. યજ્ઞો પવિત ધારણ કરવાથી દેવતાઓને ધારણ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ઋષિકાલીન પરંપરા મુજબ પ્રત્યેક મનુષ્યના જીવનમાં સંયમ અને નિયમનું અનુકરણ થાય તેમજ પ્રત્યેક મનુષ્યના જીવને કાબુ અને સંયમમાં રાખી શકાય તે માટે જનોઈમાં દેવતાઓને વણી લેવામાં આપ્યા છે. જેને શરીર પર ધારણ કરવાથી પ્રત્યેક મનુષ્ય જીવ સંયમ અને નિયમમાં રહી શકે આવા ઉદ્દેશ્ય સાથે યજ્ઞો પવિત ધારણ કરવાની ર્ઋષિ કાલીન પરંપરા શરૂ કરવામાં આવી હતી. નૂતન યજ્ઞો પવિત ધારણ કરવાથી પ્રત્યેક વ્યક્તિનું જીવન અને શરીર પવિત્ર બને છે. જેથી યજુર્વેદી અને ઋગ્વેદી બ્રાહ્મણો શ્રાવણી પૂનમના દિવસે નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરતા હોય છે.
7 થી 11 વર્ષ સુધી ધારણ કરવી યજ્ઞો પવિત: નૂતન યજ્ઞો પવિત ધારણ કરવાને લઈને પણ ચોક્કસ આયુ ઋષિમુનિઓ દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. તે મુજબ સાતથી લઈને 11 વર્ષનો બાળક નૂતન યજ્ઞો પવિત ધારણ કરી શકે છે ત્યારબાદ વર્ષમાં એક વખત ઋષિમુનિઓ દ્વારા સુચવવામાં આવેલા શાસ્ત્રોત વિધિ અને પૂજન બાદ દર વર્ષે નૂતન યજ્ઞો પવિત ધારણ કરવાની હોય છે. આ સિવાય સૂર્ય અને ચંદ્ર ગ્રહણ સુતક અશુભ ઘટના કે મૃત વ્યક્તિના સ્મશાને વિધિ પૂર્ણ કર્યા બાદ નવી યજ્ઞ પવિત્ર ધારણ કરવાની પરંપરા છે. તે મુજબ પણ પ્રત્યેક યજ્ઞ પવિત્ર ધારણ કરનાર વ્યક્તિએ આવા પ્રસંગોએ જૂની યજ્ઞો પવિતને બદલીને નવી ધારણ કરવી જોઈએ.