જૂનાગઢ: શહેરમાં પાછલા એક દસકા કરતા વધુ સમયથી શહેરની મધ્યમાંથી પસાર થતી મીટરગેજ રેલ્વે લાઈન પર આવેલા આઠ જેટલા રેલવે ફાટકો જુનાગઢ વાસીઓ માટે દરરોજ નવી સમસ્યા ઊભી કરી રહ્યા છે. આઠ રેલવે ફાટકોને દૂર કરવાને લઈને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગ વચ્ચે પાછલા પાંચ વર્ષમાં અનેક વખત બેઠકો થઈ છે. જેમાં જુનાગઢ શહેરમાં બે ઓવરબ્રિજ બનાવવાને લઈને આજથી બે વર્ષ પૂર્વે સહમતી પણ થતી જોવા મળી હતી.
સમિતિના સદસ્ય વચ્ચે બેઠક: જૂનાગઢ શહેરના રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ કે અંડર બ્રિજ બનાવવાને લઈને રેલવેના બાબુઓ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને જુનાગઢ શહેરના શ્રેષ્ઠિઓ ફરી એક વખત બેઠકના રૂપમાં આજે મળ્યા હતા.પરંતુ એક દસકા કરતા વધારે જૂની આ સમસ્યા ફરી એક વખત નવી સમસ્યાના રૂપમાં આગળ વધી રહી છે. સાંસદ ધારાસભ્ય અને અગ્રણીઓની યોજાઇ બેઠકજુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભાખંડમાં આજે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય સંજય કોરડીયા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ તેમજ પ્લાસવા શાપુર રેલ જોડાણ સમિતિના સદસ્ય વચ્ચે બેઠક યોજાઇ હતી.
ઓવરબ્રિજ બનાવવાની માંગ: જેમાં શહેરના આઠ રેલવે ફાટકો પર અંડર બ્રિજ બનાવવાને લઈને રેલવે વિભાગ દ્વારા ડ્રાફ્ટ પ્લાન રજૂ કરાયો હતો. જેને જૂનાગઢના અગ્રણીઓ દ્વારા તર્ક સંગત માનવામાં આવ્યો ન હતો. જુનાગઢ શહેર ભૌગોલિક દ્રષ્ટિએ ટેકરી પર આવેલું શહેર છે જે જગ્યા પર રેલવે ફાટક છે તે એકદમ નીચાણ વાળો વિસ્તાર છે. ચોમાસાના સમય દરમિયાન વરસાદનું પાણી ઢાળ તરફ વહેતું હોય છે. આ જગ્યા પર અંડર બ્રિજ બનાવવાનો રેલવે વિભાગનો વિચાર ખૂબ જ હાસ્યસ્પદ ગણાવીને જૂનાગઢના અગ્રણીઓ એ અંડરબ્રિજની જગ્યા પર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે.
સમિતિએ વ્યક્ત કર્યા: તેમના સૂચનોપ્લાસવા શાપુર રેલ જોડાણ સમિતિના અધ્યક્ષ અને ધારાશાસ્ત્રી કિરીટ સંઘવીએ સૂચિત પ્લાન ને લઈને અનેક શંકાઓ વ્યક્ત કરી છે રેલ્વે દ્વારા જે ડ્રાફ્ટ પ્લાન રજૂ કરાયો છે તે ટેકનિકલ રીતે અભ્યાસ કર્યા બાદ તેનો જમીન પર કઈ રીતે અમલ કરી શકાય તેને લઈને અનેક શંકાઓ છે કાગળ પર જે નિદર્શન કરવામાં આવ્યું છે તેને વાસ્તવિક રૂપે કેટલું અમલમાં મૂકી શકાય તે પણ ખૂબ જ વિચારવા યોગ્ય મુદ્દો છે વેપારી મહા મંડળના પ્રમુખ સંજય પુરોહિતે ઓવરબ્રિજ ની જગ્યા પર હયાત રેલવે લાઇન પર અંડરબ્રિજ બનાવવાના વિચારને યોગ્ય માન્ય છે અંડર બ્રિજ બનાવવાથી રોડને ખૂબ નીચા ઉતારવા પડશે આવી પરિસ્થિતિમાં ચોમાસામાં પાણી ભરાવાની શક્યતા વધુ રહે છે જેથી મીટર ગેઈજ લાઈન ને પ્લાસવા શાપુર સાથે જોડીને જૂનાગઢ શહેર માંથી કાયમી દૂર કરવાની માંગ પર કાયમ જોવા મળ્યા હતા.