ETV Bharat / state

Unseasonal rain: રાષ્ટ્રવ્યાપી ત્રીજા માવઠાની કરી રાખો તૈયારી, માર્ચના ત્રીજા સપ્તાહમાં કમોસમી વરસાદ થવાની શક્યતા

author img

By

Published : Mar 11, 2023, 9:34 PM IST

માર્ચ મહિનામાં સતત ત્રણ માવઠાની આગાહીઓ કરવામાં આવી છે. જે પૈકી પ્રથમ માવઠુ આવીને પૂર્ણ થયું બીજું આગામી 14 અને 15 તારીખે ગુજરાતમાં પડી શકે છે. માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહમાં રાષ્ટ્રવ્યાપી માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને લઈને શિયાળુ પાકો અને કેરીના પાકને નુકસાન થવાની ભીતી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

prepare-for-nationwide-third-monsoon-chances-of-unseasonal-rain-in-third-week-of-march

માર્ચના ત્રીજા સપ્તાહમાં કમોસમી વરસાદ થવાની શક્યતા

જૂનાગઢ: આ વર્ષે ઉનાળાની શરૂઆતના દિવસોમાં છે. હવામાન વિભાગે માવઠું કે કમોસમી વરસાદની આગાહીઓ કરવી પડી છે. એક અઠવાડિયા પૂર્વે માર્ચ મહિનાનું પહેલું માવઠું પૂરું થયું આગામી 14 અને 15 તારીખના દિવસે ફરી એક વખત સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણની અનિશ્ચિતતાને કારણે માવઠાનો માર સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સમય દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કે હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન શાસ્ત્રી ડી.આર વઘાસીયા એ વાતાવરણની પ્રતિકૂળતા અને પશ્ચિમી વિક્ષેપની જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને કરી છે.

ઉત્તર ભારતનું પશ્ચિમી વિક્ષેપ માવઠા માટે કારણભૂત: ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપનું સર્જન થયું છે. જેને કારણે સાયકલોનીક સર્ક્યુલેશન ઉદભવી રહ્યું છે તેની અસરની નીચે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેવી આગાહીઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે જે પવનનો આકર્ષિત થઈ રહ્યા છે. તે માવઠાને આમંત્રણ આપી રહ્યા છે.

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ: વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે કારણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત થાય છે. બીજી તરફ 14 અને 15 તારીખ દરમિયાન જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર વિસ્તારના દરિયાઈ પટ્ટીમાં ગરમીની લહેર પણ જોવા મળે છે. આ વિસ્તારોમાં દિવસનું તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

શિયાળુ અને કેરીના પાકને નુકસાનની શક્યતા: પશ્ચિમી વિક્ષેપના કારણે માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહમાં રાષ્ટ્રવ્યાપી માવઠાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં શિયાળુ પાકોને કે જે હજુ ખેતરમાં જોવા મળે છે તેને નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ પશ્ચિમની વિક્ષેપને કારણે જે વેસ્ટન ડિસ્ટર્બન્સના પવનો આકર્ષિત થઈ રહ્યા છે. જેને કારણે સૌરાષ્ટ્રમાં કેરીના પાકને વરસાદ અને પવનના કારણે નુકસાન પણ થઈ શકવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો Unseasonal Rain: ગુજરાતમાં 14 માર્ચે માવઠાની શક્યતા, અંબાલાલે કરી આગાહી

ત્રીજા સપ્તાહમાં ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ: પશ્ચિમી વિક્ષેપના કારણે માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહમાં વાતાવરણમાં ખૂબ જ નોંધપાત્ર ફેરફારો જોવા મળશે જેની સાર્વત્રિક અસર સમગ્ર રાષ્ટ્રમાં થતી જોવા મળશે. જેને કારણે ચારથી પાંચ દિવસ વરસાદી વાતાવરણ જોવા મળશે. જેને કારણે આગામી 18 મી માર્ચથી લઈને 22 મી માર્ચ સુધી ફરીથી કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો Forest Fire in Mangrol : માંગરોળના બણભા ડુંગરના જંગલ વિસ્તારમાં આગ લાગી, જાણો લેટેસ્ટ અપડેટ

કૃષિ પાકોને નુકસાન થવાની શક્યતા: દિવસના તાપમાન માં ઘટાડો પણ થતો જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપના કારણે ઉનાળાના ગણી શકાય તેવા માર્ચ મહિનાના આ દિવસો દરમિયાન કમોસમી વરસાદની સાથે દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જેને કારણે માર્ચ મહિનાની સરેરાશ ગરમીથી ઓછી ગરમી નોંધાશે. લોકોને ગરમીમાંથી રાહત મળશે પરંતુ વરસાદને કારણે કૃષિ પાકોને નુકસાન થવાની શક્યતા પણ એટલી જ જોવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.