જૂનાગઢઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવનારું ચોમાસું સારું રહેવાનો વર્તારો દેશી આગાહીકારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. પાછલા વર્ષોની પરંપરા મુજબ, દર વર્ષે હોળીની ઝાળ અને તેના વર્તારા પરથી આગામી ચોમાસાનો વરસાદ અને વર્ષ કેવું રહેશે તેનો વર્તારો વ્યક્ત કરવામાં આવે છે. તે મુજબ ગઈકાલે હોળી પ્રગટ્યા બાદ જે પ્રકારે હોળીની ઝાળ જોવા મળી હતી. તેને લઈને દેશી આગાહીકારોએ આવનારું ચોમાસુ સૌરાષ્ટ્ર કચ્છ માટે સારું હોવાનું પૂર્વાનુમાન કર્યું હતું.
આ પણ વાંચોઃ Holi festival 2023: ફાગણી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, ફૂલ હોળી રમ્યા ભાવિક
સારા વરસાદની શક્યતાઃ હોળીની ઝાળની સાથે વનસ્પતિ અને કિટકો આધારિત પણ વર્ષનો વર્તારો થતો હોય છે. તે મુજબ પણ આગામી ચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
વનસ્પતિ પરથી પણ થાય છે વર્તારોઃ સૌરાષ્ટ્રમાં દેશી આગાહીકારો દ્વારા હોળીની ઝાળ બાદ વનસ્પતિ, પશુપક્ષી અને કિટકોના દેખાવ અને તેની વર્તણૂકને આધારે પણ સમગ્ર વર્ષનો વર્તારો કાઢવામાં આવે છે. તે મુજબ, આ વર્ષે પણ હોળીની ઝાળની સાથે વનસ્પતિ અને કિટકોનો વર્તારો પણ જોવામાં આવ્યો છે. તે મુજબ પણ આવનારું વર્ષ સૌરાષ્ટ્ર-કચ્છ માટે સારું રહેવાની દેશી આગાહીકારો દ્વારા વર્તારો વ્યક્ત કરાયો છે. તો આ વર્ષે આંબાના મોર, ઉધયના રાફડા સહિત અનેક કુદરતી સંકેતો પરથી આ વર્ષ સારું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Gujarat Budget Session:રાજરમત ભૂલી MLA હોળી રમી, ઇતિહાસમાં પહેલીવાર આવું આયોજન
અલનીનોની અસર સૌરાષ્ટ્રમાં નહીંવત્ વર્તાશેઃ દેશી આગાહીકારોએ અલનીનોની અસરને લઈને પણ પોતાનો વર્તારો વ્યક્ત કર્યો છે. તે મુજબ, સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલનીનોની કોઈ વ્યાપક અસરો જોવા મળશે નહીં, પરંતુ ચોમાસાના 4 મહિના દરમિયાન આઠમા મહિનામાં વરસાદી વિક્ષેપ પડે તેવી પૂરી શક્યતાઓ છે. તો આ વર્ષે દેશી આગાહીકારો દ્વારા હોળીની ઝાળ અને કુદરતી વનસ્પતિ તેમ જ જીવજંતુ પરથી મળેલા સંકેતો મુજબ, આગામી ચોમાસા દરમિયાન વર્ષ વરસાદની દ્રષ્ટિએ સારું રહે તેવું વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે.