ETV Bharat / state

જૂનાગઢમાં હોળીના દિવસે પવનની દિશાને લઇ ઋતુ વિજ્ઞાન દ્વારા વરસાદની આગાહી - Junagadh News

જૂનાગઢમાં સતત બીજા વર્ષે પણ અનિયમિત વરસાદની શક્યતાઓ ગત વર્ષની માફક આ વર્ષે પણ જોવા મળશે. ચોમાસા દરમિયાન અનિયમીત વરસાદના કારણે હોળીના દિવસે પવનના વર્તારા બાદ ઋતુ વિજ્ઞાન પદ્ધતિઓ દ્વારા આગામી વર્ષની આગાહીઓ કરવામાં આવી હતી.

junagadh
જૂનાગઢમાં હોળીના દિવસે પવનની દિશાને લઇ ઋતુ વિજ્ઞાન દ્વારા આગાહી
author img

By

Published : Mar 11, 2020, 5:40 PM IST

Updated : Mar 11, 2020, 7:03 PM IST

જૂનાગઢઃ જિલ્લામાં હોળીના દિવસે પવનની દિશા અને હોળીની જાળને લઈને ઋતુ વિજ્ઞાન દ્વારા આ વર્ષે પણ ચોમાસાને લઈને આગાહીઓ કરવામાં આવી હતી. જે મુજબ આ વર્ષે પણ ચોમાસુ અનિયમિત અને અસમાન વરસાદ વાળું બની રહેવાથી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. હોળીના દિવસે દિવસ આથમ્યા બાદ પવવની દિશાને લઈને ઋતુ વિજ્ઞાન દ્વારા ચોક્કસ પરીક્ષણ બાદ આવું અનુમાન કરવામાં આવ્યું હતુ.

જૂનાગઢમાં હોળીના દિવસે પવનની દિશાને લઇ ઋતુ વિજ્ઞાન દ્વારા આગાહી
આ વર્ષે હોળીના દિવસે પશ્ચિમ વાયવ્ય અને નેઋત્ય દિશાના પવનો જોવા મળ્યા હતા. જેને લઈને આ વર્ષને ખંડ વૃષ્ટિ વાળું વર્ષ માનવામાં આવી રહ્યું છે. આ વર્ષમાં વરસાદનું પ્રમાણ અનિયમિત જોવા મળશે. ગત વર્ષની માફક આ વર્ષે પણ 6થી 8 જૂન દરમિયાન વાવાઝોડાને કારણે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યાર બાદ વરસાદ ખેંચાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને કારણે ચોમાસાના પ્રારંભિક તબક્કામાં વરસાદની ખેંચ જોવા મળશે. પરંતુ ત્યાર બાદ પાછતરા વરસાદની શક્યતાઓ પણ વધુ જોવામાં આવી રહી છે. જેને કારણે જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધીમાં ખુબ સારો વરસાદ પાડવાની શક્યતાઓ પણ ઋતુ વિજ્ઞાનના સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Last Updated : Mar 11, 2020, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.