જૂનાગઢ : જિલ્લાના કેશોદ તાલુકામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે (Junagadh elderly raped minor girl) આવ્યો છે. દાદાની ઉંમરના વયોવૃદ્ધ હવસખોરે 16 વર્ષની કિશોરી પર પાછલા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી જાતીય દુષ્કર્મનો ભોગ બનાવી હતી. દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે. ખૂબ જ ઘૃણા ઉપજાવે તેવા કિસ્સામાં કેશોદ પોલીસે મોટી ઘસારી ગામના કરસન માલમ નામના હવશખોર વૃદ્ધની અટકાયત કરી છે.(elderly raped minor girl In Keshod)
દુષ્કર્મના કિસ્સાથી જિલ્લો શર્મસાર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોટી ઘસારી ગામના વયોવૃદ્ધ હવસખોર કરશન માલમે કિશોરીને હવસનો શિકાર બનાવીને આજે માનવતાને શર્મસાર કરી છે. પાછલા એક વર્ષ કરતા પણ વધુ સમયથી હવસખોર આરોપી કરશન માલમ કિશોરીને મોતની ધમકી આપીને પોતાની હવસને સંતોષી રહ્યો હતો. હવસનો ભોગ બનનાર કિશોરીએ બાળકીને જન્મ આપવાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર કિશોરી અને તેના પરિવારે કરશન માલમની પોલીસે ફરિયાદ નોંધાવી હતી. (Junagadh Crime News)
આ પણ વાંચો વિધર્મી યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી
હવસખોર વૃદ્ધે લજવી માનવતા સમગ્ર હકીકત જાણ્યા પછી ભોગ બનનાર કિશોરી અને તેના પરિવારના સભ્યોના પગ તળેની જમીન ખસી ગઈ હતી. કિશોરી પર આ રીતે વયોવૃદ્ધ હવસખોરે દુષ્કર્મ આચર્યું છે. તેની જાણ થતાં જ હવસખોર કરસન માલમ વિરુદ્ધ કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદ દાખલ કરીને ગણતરીની કલાકોમાં હવસખોર વૃદ્ધ કરસન માલમની અટકાયત કરી હતી. (Keshod Police)
કિશોરીએ આપ્યો બાળકીને જન્મ જૂનાગઢ જિલ્લામાં અગાઉ પણ દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ આજનો આ કિસ્સો માનવતાને એટલી હદે શર્મસાર કરી રહ્યો છે કે સંબંધો પર પણ હવે પૂર્ણ વિરામ મુકાઇ રહ્યું છે. 65 વર્ષ કરતાં મોટી વયનો હવસખોર વૃદ્ધ કરશન માલમ કિશોરીને હવસનો શિકાર બનાતા જૂનાગઢ જિલ્લામાં ફિટકાર વરસી રહ્યો છે. આ ઉપરાંત આવા હવસખોરોને આકરામાં આકરી સજા કાયદા દ્વારા થાય તેવી માંગ પણ ઉઠી છે. (minor girl case in Junagadh)
આ પણ વાંચો સગીરાને માતા બનાવી બાળકને તરછોડી દેતા ખુલી પોલઃ નરાધમ બાપ ઝડપાયો
કેશોદ પોલીસે હવસખોર વૃદ્ધની કરી અટકાયત માનવતાને શર્મસાર કરનાર દુષ્કર્મના કિસ્સાને લઇને વિભાગીય પોલીસ અધિક્ષક કેશોદ વી.સી. ઠક્કર દ્વારા દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરી અને તેના પરિવારજનોની ફરિયાદને આધારે આરોપી કરશન માલમની અટકાયત કરી છે. તેની સામે જાતીય દુષ્કર્મ તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિત ભારતીય દંડ સંહિતાની કેટલીક ધારાઓ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. (minor girl case in Keshod)