જૂનાગઢ: રાજ્ય સરકાર દ્વારા આવતી કાલથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા બંધ કરવામાં આવી રહી છે. પરંતુ જૂનાગઢ જિલ્લામાં 39 હજાર કરતા વધુ ખેડૂતો હજુ પણ મગફળી વેચવાની બાકી હોયને કારણે ભારતીય કિસાન સંઘ જૂનાગઢ દ્વારા રાજ્યના કૃષિ અને પુરવઠા પ્રધાનને પત્ર લખીને જૂનાગઢ કેન્દ્ર ખાતે મગફળીની ખરીદી કેન્દ્રની તારીખમાં વધારો કરવાની માગ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ની તારીખ લંબાવી આપવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘની માંગ આવતી કાલથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદનો અંતિમ દિવસ છે. ત્યારે ભારતીય કિસાન સંઘે આ ખરીદ પ્રક્રિયા જૂનાગઢ જિલ્લામાં શરૂ રાખવામાં આવે તેવી માગ કરતો પત્ર રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અને પુરવઠા પ્રધાન જયેશ રાદડીયાને લખ્યો છે. આ પત્રમાં એવી માગ કરવામાં આવી છે કે, હજુ પણ જૂનાગઢ જિલ્લાના હજારો ખેડૂતો પોતાની મગફળી ખરીદ કેન્દ્ર સુધી વહેંચવા માટે લાવી નથી શક્યા જેને કારણે ખરીદ પ્રક્રિયાના દિવસોમાં વધારો કરવામાં આવે તેવી માગ કિસાન સંઘે કરી છે.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ની તારીખ લંબાવી આપવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘની માંગ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ની તારીખ લંબાવી આપવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘની માંગ જૂનાગઢ જિલ્લાના 11 ખરીદ કેન્દ્રો પર 67,382 ખેડૂતો રજિસ્ટર થયેલા છે. જે પૈકી આજદિન સુધીથી 28,365 ખેડૂતોની મગફળી ખરીદ થયી છે. જ્યારે બાકી રહેતા 39017 ખેડૂતોની મગફળી હજુ બાકી છે. બાકી રહેતા ખેડૂતો પણ હવે તેની મગફળી ટેકા ના ભાવે વહેંચવા માગે છે. જેને લઇને આ ખરીદી પ્રક્રિયા હજુ થોડા દિવસો સુધી લંબાવવામાં આવે તેવી માગ જૂનાગઢ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ મનસુખભાઇ પટોળીયાએ પત્ર દ્વારા કરી છે.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ની તારીખ લંબાવી આપવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘની માંગ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ની તારીખ લંબાવી આપવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘની માંગ