જૂનાગઢ: ગત બે દિવસથી જૂનાગઢમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલી મગફળીને લઈને શંકાઓ ઉદભવી રહી છે. જેને લઈને રાજકારણ પણ કરવામાં આવી રહ્યું છે. આજે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા ખરીદ કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા અને મગફળીની ખરીદીને લઈને 'બધું બરાબર નહીં હોવાનું' જણાવ્યું હતું.
મામલાને વધુ બગડતો અટકાવવા માટે પુરવઠા વિભાગના અધિકારીએ ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ સમગ્ર મામલે તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું અને ખરીદીમાં કોઈ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી હશે તો ખરીદીની પ્રક્રિયામાં સામેલ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક પગલા લેવાની વાત કરતા મામલો હાલ પુરતો શાંત થયો છે.