ETV Bharat / state

'પાસ' નેતા અલ્પેશ કથીરિયા અને દિનેશ બાભણીયા જૂનાગઢની મુલાકાતે, સરકાર પાસે કરી આ માંગ... - આગામી રણનીતિને લઈને બેઠકનું આયોજન કર્યું

'પાસ' (PASS)આગેવાન અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) અને દિનેશ બાભણીયા ગઇકાલે 16 ઓક્ટોબરના જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાનને તેમની બે માંગોને લઈને પત્ર દ્વારા માંગ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચે અને પાટીદાર આંદોલનમાં અવસાન પામેલા પરીવારના સભ્યોને સરકારી નોકરી આપે તેવી માંગ કરાઈ હતી.

'પાસ' નેતા અલ્પેશ કથીરિયા અને દિનેશ બાભણીયા જૂનાગઢની મુલાકાતે

author img

By

Published : Oct 17, 2021, 8:36 AM IST

Updated : Oct 17, 2021, 9:52 AM IST

  • રાજ્ય સરકાર 'પાસ'ની બે માંગો અંગે પોતાનો ઇરાદો સ્પષ્ટ કરે તેવી આગેવાનોની માંગ
  • પાસ આગેવાન અલ્પેશ અને દિનેશ ઓચિંતી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે
  • આગામી રણનીતિને લઈને બેઠકનું આયોજન કર્યું

જૂનાગઢ: પાસ (PASS) આગેવાન અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) અને દિનેશ બાંભણિયા ઓચિંતી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ગઇકાલે શનિવારે રાત્રી દરમિયાન જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સંગઠનના અગ્રણીઓ અને કાર્યકરો સાથે આગામી રણનીતિને લઈને બેઠકનું આયોજન કર્યું હતું. આગામી દિવસોમાં સરકાર 'પાસ'ની માંગણી સ્વીકારે છે કે નહીં ત્યારબાદ પાસની નવી રણનીતિ સંગઠન નક્કી કરશે.

'પાસ' નેતા અલ્પેશ કથીરિયા અને દિનેશ બાભણીયા જૂનાગઢની મુલાકાતે, સરકાર પાસે કરી આ માંગ...

આગામી રણનીતી સરકારના નિર્ણય પર રહેશે

પાસ આગેવાન અલ્પેશ કથીરિયાએ રાજ્યના મુખ્યપ્રધાનને એક પત્ર લખ્યો હતો. જેમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો અને કાર્યકરો પર થયેલા કેસ તાકિદે પરત ખેંચવામાં અને પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે યુવાનો અને કાર્યકરોના મોત થયા છે તેમના પરિવારજનોને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ રાજ્ય સરકારને પાસ સંગઠન દ્વારા કરવામાં આવી છે. આ બન્ને બાબતો પર સરકાર કોઈ નિર્ણય લેશે ત્યારબાદ પાસ સંગઠન તેમની નવી રણનીતિ લઈને બહાર આવશે. જો રાજ્ય સરકાર પાસની આ બંને માંગો સ્વીકારશે તો પછી નીતિ અંગે સંગઠન નક્કી કરશે. પરંતુ જો રાજ્ય સરકાર પાસની બંને માંગોનો અસ્વીકાર કરશે અથવા તો સ્વિકાર કરવાને લઇને કોઇ સમય મર્યાદા બાંધશે તો સરકાર સામે પાસની નવી રણનીતિને લઈને પણ સંગઠન નક્કી કરશે તે મુજબ સરકારનો વિરોધ કરવામાં આવશે. તેવું પાસના બંને આગેવાનોએ ETV Bharat સમક્ષ કરેલી વાતચીતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો : કેવું રહેશે આપનું આગામી સપ્તાહ, આ રાશિના લોકો ઘરની બહાર નીકળતા પહેલા રાખે ખાસ ધ્યાન

આ પણ વાંચો : આજથી થયો ગીર સાસણ સફારી પાર્કનો પ્રારંભ, પ્રવાસીઓએ કર્યા પ્રથમ દિવસે સિંહ દર્શન

Last Updated : Oct 17, 2021, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.