- જૂનાગઢ કેશોદની વી એસ. પબ્લિક સ્કૂલની મનમાની આવી સામે
- કોરોના મહામારીમાં ખાનગી સ્કૂલોનો રાફડો
- ફી મુદ્દે વાલીઓમાં રોષ
કેશોદઃ હાલ કોરોનાની મહામારીને લઇને તમામ સ્કૂલ બંધ છે અને બાળકો ઓનલાઇન મોબાઇલથી શિક્ષણ મેળવી રહયા છે. ત્યારે શાળા સંચાલકો દ્વારા વાલીઓને ફી મુદ્દે ઉઘરાણી કરતા હોવાની હકીકત સામે આવી છે. કેશોદની સ્કૂલમાં વાલીઓને બોલાવી પોતાના બાળકની તાત્કાલિક ફી ભરી જવા શાળા દ્વારા દબાણ કરતા વાલીઓ વિફર્યા હતા અને શાળાનો ઘેરાવો કર્યો હતો.
કેશોદની વી એસ. પબ્લિક સ્કૂલની મનમાની સામે વાલીઓએ રોષ ઠાલવ્યો સ્કૂલમાંથી વિદ્યાર્થીઓના સર્ટિ કઢાવી નાખવાની વાલીઓએ આપી ચીમકીજયારે આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવી વાલીઓએ પોતાના બાળકોને આ સ્કૂલમાંથી કાઢી લેવા બાળકોના લિંવિંગ સર્ટી કઢાવી લેવાની ચીમકી આપતાં શાળાના સંચાલકોએ નવા નિર્ણય ઉપર રોક લગાવી છે.
શાળા સંચાલકો ઓનલાઇન શિક્ષણમાં ધાંધિયા કરતા હોવાની ફરિયાદજયારે વાલીઓ જણાવી રહયા છે કે, ઓનલાઇન શિક્ષણ આપવામાં પણ સ્કુલ ગલાતલ્લા કરી રહી છે અને ફી ભરી ના હોય તેવા વિધાર્થીઓને સ્કૂલના ઓનલાઇન શિક્ષણ ગ્રૂપમાંથી રીમુવ કરી રહ્યા હોવાના પણ ખુલાસા વાલીઓએ કર્યા છે. જયારે આ બાબતે જો સ્કૂલ દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ જોવા મળ્યા હતા.