ETV Bharat / state

દીપડાએ કર્યો વૃદ્ધનો શિકાર, મૃતકના હાથમાં બાંધેલી સાંકળે જગાવી શંકા - અમૃતપુર ગામ

ગીર પૂર્વની દલખાણીયા રેન્જના અમૃતપુર ગામમાં ગત રાત્રિના સમયે દીપડો હિંસક બનતા ઘર આંગણે સુતેલા 75 વર્ષીય વૃદ્ધ મનુનો શિકાર કરતા નાના એવા અમૃતપુર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાએ શિકારની ઘટનાને અંજામ આપતા વન વિભાગે પણ દીપડાને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું છે. દીપડાએ જે વ્યક્તિનો શિકાર કર્યો છે, તેમના એક હાથમાં લોખંડની સાંકળ જેવું બંધાયેલું જોવા મળ્યું હતું. જે કારણે સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

દલખાણીયા રેન્જ
દલખાણીયા રેન્જ
author img

By

Published : Jan 27, 2021, 8:08 PM IST

Updated : Jan 27, 2021, 8:47 PM IST

  • ગીર પૂર્વમાં દીપડો બન્યો હિંસક
  • 75 વર્ષીય વૃદ્ધનો કર્યો શિકાર
  • દીપડો હિંસક બનતા વન વિભાગે હાથ ધર્યું સર્ચ ઓપરેશન
  • મૃતકના હાથમાં બંધાયેલી સાંકળે જગાવી શંકા

જૂનાગઢ : ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં દિવસેને દિવસે દીપડાનો ભય સતત વધી રહ્યો છે. ત્યારે ધારી તાલુકાના અમૃતપુર ગામમાં ગત રાત્રિના સમયે 75 વર્ષીય વૃદ્ધ મનુ તેમના ઘરના આંગણામાં સુતેલા હતા, તે સમય દરમિયાન અચાનક હિંસક બનેલો દીપડો આવી ચઢતા વૃદ્ધને તેના ઘરના આંગણામાં જ ફાડી ખાતા તેમનું મોત થયું છે. દીપડાએ મનુને ગળા તેમજ પગના ભાગે ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

મૃતક મનુના હાથમાં બંધાયેલી સાંકળે જગાવી શંકા

દીપડાના પગના પંજાના નિશાનો મળ્યા

વન વિભાગની ટીમ દ્વારા આસપાસના વિસ્તારનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરતા આ વિસ્તારમાંથી દીપડાના પગના પંજા મળી આવ્યા હતા. જેના પરથી મનુનો શિકાર દીપડાએ કર્યો હોવાનું વન વિભાગે જાહેર કર્યું છે. ધારી ગીર પૂર્વના કેટલાક ગામોમાં સિંહ બાદ હવે દીપડાઓ પણ ખુબ જ હિંસક બની રહ્યા છે. જે કારણે ગામ લોકોમાં પણ ભારે ચિંતાની સાથે ભય જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના અંગે ધારી ગીર પૂર્વના નાયબ વન સંરક્ષક સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. જેમાં શિકારની ઘટનાને દીપડાએ અંજામ આપ્યો હોવાની પુષ્ટિ પણ કરી હતી, ત્યારે દીપડાને પકડવા માટે વન વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે.

દલખાણીયા રેન્જ
દીપડો હિંસક બનતા વન વિભાગે હાથ ધર્યું સર્ચ ઓપરેશન

મનુનો શિકાર કર્યા બાદ ઘટનાસ્થળના કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં મૃતક મનુના એક હાથ પર સાંકળ જેવી કોઈ વસ્તુ બાંધવામાં આવેલી છે, તે જોઈ શકાય છે. જે કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે. આ મામલામાં ગામ લોકો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મનુ વૃદ્ધાવસ્થાને કારણે તેમની માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમને ગત કેટલાક સમયથી અણછાજતું વર્તન કરી રહ્યા હતા, પરંતુ તેમને ઘરમાં બાંધી રાખવામાં આવ્યા છે કે, કેમ તેને લઈને હજૂ સુધી કોઈ નક્કર પુરાવાઓ મળ્યા નથી, પરંતુ તેમના હાથ પર સાંકળ બંધાયેલી જોવા મળી છે, જે અનેક નવી શંકાઓને જન્મ આપી રહી છે.

દલખાણીયા રેન્જ
મૃતકના હાથમાં બંધાયેલી સાંકળે જગાવી શંકા

PSI વાઘેલા : પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવશે, તો સંપૂર્ણ તપાસ કરાશે

દીપડાએ ફાડી ખાધેલા મૃતક મનુના કોઈ પરિવારજન દ્વારા હજૂ સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. સામાન્ય સંજોગોમાં કોઈ પણ જંગલી પ્રાણી દ્વારા કોઈ માનવ પર હુમલો કરવામાં આવે અને જો તેનું મોત થાય ત્યારે વન વિભાગ દ્વારા માનવ મોતની જાણ જેતે વિસ્તારના સંલગ્ન પોલીસ મથકમાં કરવામાં આવે છે. આ સરકારી કામગીરી છે, જે વર્ષોથી ચાલતી આવે છે. તેમ છતાં મૃતક મનુના કોઈ પરિવારજનો દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવશે, તો પોલીસ સંપૂર્ણ તપાસ કરશે. તેમ ETV BHARAT સાથેની ટેલિફોનિક વાતચીતમાં ધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું

દલખાણીયા રેન્જ
75 વર્ષીય વૃદ્ધનો કર્યો શિકાર

ગત 15 દિવસમાં ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં સિંહ અને દિપડા બની રહ્યા છે હિંસક

ગત 15 દિવસમાં ગીર પૂર્વમાં શિકારની બીજી ઘટના છે. થોડા દિવસો અગાઉ દલખાણીયા રેન્જમાં જ સિંહે એક વ્યક્તિનો શિકાર કર્યો હતો. જે બાદ બુધવારે વૃદ્ધનો દીપડાએ શિકાર કર્યો છે. તેમજ ગીર પશ્ચિમના જામવાળા રેન્જમાં પણ દીપડા અને સિંહના ત્રાસને કારણે બે વ્યક્તિના જીવ ગયા છે. જેને લઈને ગામ લોકોમાં પણ ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીર પૂર્વ અને પશ્ચિમના કેટલાક ચોક્કસ વિસ્તારમાં સિંહ અને દીપડા હિંસક બનીને લોકો પર હુમલાઓ કરી રહ્યા છે. જેમાં 4 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જે કારણે લોકોમાં પણ હવે ભયની સાથે ચિંતા વ્યાપી છે.

Last Updated : Jan 27, 2021, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.