ETV Bharat / state

ગુરુદત્ત જયંતિના પાવન પ્રસંગે ભવનાથ પરિક્ષેત્રમાં ગુરુદત્તની પાલખીયાત્રા - ગિરનાર પર્વત

માગશર સુદ પૂનમના દિવસે ગુરુ દત્તાત્રેય મહારાજની જન્મ જયંતીની ઉજવણી આદી અનાદીકાળથી થતી આવે છે. ત્યારે ભવનાથ પરિક્ષેત્રના અધિષ્ઠાતા તરીકે અનાદિકાળથી પૂજાતા આવતા ગુરુદત્ત મહારાજની જન્મ જયંતીને લઈને આજે ભવનાથમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગુરૂદતના સાધકોએ જોડાઈને ગુરુદત્ત મહારાજની જન્મ જયંતીની ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવણી કરી હતી.

xz
xz
author img

By

Published : Dec 30, 2020, 1:48 PM IST

  • માગશર સુદ પૂનમના દિવસે ઉજવાય છે ગુરુદત્ત મહારાજની જન્મ જયંતી
  • ગિરનાર પર્વત પરથી ગુરુદત્ત મહારાજની પાલખી યાત્રા નીકળી
  • પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ગુરૂદતના સાધકો તેમજ મહંત અને પીઠાધીશ્વર પણ જોડાયા

    જૂનાગઢ: માગશર સુદ પૂનમના દિવસે ગિરનારના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાતા આવતા ગુરુદત્ત મહારાજની જન્મ જયંતી છે. આદિ અનાદિકાળથી ગુરુ દત્ત જયંતિના પાવન પ્રસંગે ગીરનાર પર્વત પર પરથી ગુરુદત્ત મહારાજની પાલખીયાત્રા ધાર્મિક વિધિ વિધાન સાથે કાઢવામાં આવે છે. જે પરંપરા આજે પણ જળવાતી જોવા મળી રહી છે. ગિરનાર પરથી પાલખીયાત્રા વહેલી સવારે નીકળી હતી જે ભવનાથ પરિક્ષેત્રમાં ફરીને પરત નીજ ગિરનાર પર્વત પર જવા રવાના થઈ હતી. જેના દર્શન કરીને ગુરુ મહારાજના સાધકોને દર્શનાર્થીઓએ ગુરુદત્ત મહારાજના આશીર્વાદ મેળવ્યા હતાં.
    ગુરુદત્ત જયંતિના પાવન પ્રસંગે ભવનાથ પરિક્ષેત્રમાં ગુરુદત્તની પાલખીયાત્રા

    ગુરુદત્ત મહારાજની પાલખી યાત્રા ગિરનાર પરિક્ષેત્રમાં ફરીને ગિરનાર પર્વત પર પરત ફરી

    પાલખીયાત્રા ગિરનાર પર્વતથી લઈને ભાવનાથ મંદિરમાં આવેલા ગુરુદત્ત ચોક સુધી આવી હતી. અહીં ગુરુદત્તની ચરણપાદુકાનું ધાર્મિક વિધિ સાથે પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ આ પાલખીયાત્રા ભવનાથ મહાદેવ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. અહીં મહાદેવની સમક્ષ સાધુ-સંતો અને મહંતોએ ગુરુદત્ત મહારાજની પૂજા કરીને ભાવનાથ મહાદેવના આશીર્વાદ પણ મેળવ્યા હતાં. અહીંથી પરત ફરતી વખતે જેને શિવના સૈનિકો માનવામાં આવે છે તેવા નાગા સંન્યાસીઓ પણ ગુરુદત્તની પાલખી યાત્રામાં જોડાયા હતા અને નાચગાન સાથે ગુરુદત્ત મહારાજની જન્મ જયંતી ભારે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવી હતી. અહીંથી પાલખીયાત્રા ભવનાથ સ્થિત જુના અખાડા પહોંચી હતી. અહીં પણ સાધુ-સંતો અને મહંતો દ્વારા પાલખી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધાર્મિક વિધિ મુજબ તેનું પૂજન કરીને આ પાલખીયાત્રા પરત ગિરનાર પર્વત પર પરત ફરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.