ઇસરા ગામથી પદયાત્રા ધૂન, ભજન-કિર્તન કૃષ્ણ ભકિતના વાતાવરણ સાથે નીકળી હતી. બપોરે જુથળ પાટીયે રામવાવ મુકામે સમસ્ત પદયાત્રાળુએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. ત્યારબાદ ચાંડુવાવ રાત્રી રોકાણ દરમિયાન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
બીજા દિવસે સવારે ભાલકા તીર્થ સુધી ધર્મ ધ્વજા રથયાત્રા ભક્તિભાવ સાથે પહોંચી હતી. જ્યાં પદયાત્રીઓએ કથાનું રસપાન અને ધજા પ્રદક્ષિણા કર્યા બાદ નૂતન ધજારોહણ કરી હતી. આમ, ગ્રામજનોએ જ્ઞાતી જાતીના ભેદભાવ વિના પદયાત્રામાં જોડાયા હતા. જેમાં 400થી વધુ પુરૂષો અને મહિલાઓ સહિત બાળકોએ ભક્તિભાવ સાથે ધામધૂમથી ધજારોહણ કરી હતી.