માંગરોળ પોલીસની ચેકીંગ દરમિયાન કેશોદ તરફથી આવતી છોટા હાથી પોલીસને શંકાસ્પદ લાગતા તેનું ચેકીંગ હાથ કરતા તેમાંથી વિદેશી દારૂના ટીનના બિયર પાર્સલ નંગ 17, દારૂની પેટી નંગ 33 ,જેમાં ચપટા 288, તથા બિયર 648 ,કિંમત રૂપિયા 93600 તેમજ મળી કુલ 1 લાખ 95 હજાર 600નું પ્રવાહી મુદામાલ સાથે આરોપી દેવકુભાઈ જીવાભાઈ ગઢવીની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આટલા મોટા જથ્થામાં દારૂ ક્યાંથી આવ્યો છે, તેમજ ક્યાં જઈ રહ્યો છે. તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યાં છે. આ સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ સામે આવશે.