- સોરઠના 400 પરિવારોએ મહાભોગમાં લીધો ભાગ
- સોરઠના 400 પરિવારોએ કરી સંક્રાંતની ધાર્મિક ઉજવણી
- કષ્ટભંજન દેવને ચીકીનો મહાભોગ ધરાવી કરી ઉજવણી
- માધવપ્રિય સ્વામીની પ્રેરણાથી થયું સમગ્ર આયોજન
- આજે સંક્રાંતના પાવન પર્વે કષ્ટભંજન દેવને ધરવામાં આવ્યો ચિકીનો મહાભોગ
જૂનાગઢઃ આજે મકરસંક્રાંતિના પાવન પર્વે ગીર ગઢડા નજીક આવેલા કષ્ટભંજન દેવ મારુતિ ધામ ખાતે કષ્ટભંજન દેવને ચીકીનો મહાભોગ ધરવામાં આવ્યો હતો. આ ભોગ સોરઠના 400 જેટલા પરિવારોએ એકસાથે ભાગ લઈને કષ્ટભંજન દેવને મકરસંક્રાંતિના પર્વે અર્પણ કરીને સંક્રાંતની ધાર્મિક ઉજવણી કરી હતી.
કષ્ટભંજન દેવ માટે ચીકીનો મહાભોગ તૈયાર કરાયો
આજે મકરસંક્રાંતિનું પર્વ ભારે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યું છે, ત્યારે ગીર ગઢડા નજીક આવેલા કષ્ટભંજન દેવના સાનિધ્યમાં આજે સોરઠના 400 કરતાં વધુ પરિવારોએ પોતાના ઘરે કષ્ટભંજન દેવ માટે ચીકીનો મહાભોગ તૈયાર કર્યો હતો. જેને આજે મકર સંક્રાંતિના પાવન પર્વે કષ્ટભંજન દેવના ચરણોમાં અર્પણ કરીને મકરસંક્રાંતિની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરાઇ હતી.
કષ્ટભંજન દેવને શણગાર કરાયો
ગીર ગઢડા નજીક આવેલા મારૂતિધામ કષ્ટભંજન દેવને દર વર્ષે ધાર્મિક તહેવારોમાં તહેવારો તેમજ આપણી ધાર્મિક આસ્થા અને માન્યતા અનુસાર વિવિધ મહાભોગનું આયોજન કરાવામાં આવ્યું છે વળી તમામ તહેવારોમાં ધર્મને અનુરૂપ અને ધર્મની વ્યાખ્યામાં બંધબેસતા શણગાર પણ દર વર્ષે કરવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે આજે કષ્ટભંજનદેવ મારુતીધામને ચીકીનો મહા ભોગ ધરાવીને મકરસંક્રાંતિની ઉજવણી સોરઠ વાસીઓએ ભારે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના વડા માધવ પ્રિયદાસજી સ્વામીના સુચારૂં સાનિધ્યમાં અને તેમની રાહબરી નીચે સમગ્ર કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો.