જૂનાગઢઃ જિલ્લામાં અવારનવાર અનેક પ્રકારની સ્પર્ધાઓ યોજાતી હોય છે. ત્યારે આ રવિવારે (5મી ફેબ્રુઆરી)એ ફરી એક વાર રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 13 રાજ્યોના 638 જેટલા ભાઈઓ અને બહેનો સ્પર્ધકોએ સ્પર્ધામાં પોતાનીદાવેદારી રજૂ કરી છે.
આ પણ વાંચો દિવ્યાંગ દોડવીરો બનશે પ્રેરણા અને આકર્ષણનું કેન્દ્ર, 8મીએ વડોદરા રચશે ઈતિહાસ
રવિવારે ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાઃ આગામી 5મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાશે, જેમાં 13 રાજ્યોના 638 જેટલા સ્પર્ધકોએ ગિરનારને આંબવા માટે પોતાની દાવેદારી સ્પર્ધકના રૂપમાં નોંધાવી છે. જ્યારે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરપ્રદેશ મળીને સિનિયર સિટિઝન પુરૂષમાં 309 અને જુનિયર ભાઈઓમાં 131 તેવી જ રીતે સિનિયર સિટીઝન બહેનોમાં 112 અને જુનિયર બહેનોમાં 86 જેટલા સ્પર્ધકોએ દાવેદારી નોંધાવી છે.
સમગ્ર દેશમાંથી સ્પર્ધકોની દાવેદારીઃ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી સ્પર્ધકોએ દાવેદારી નોંધાવી છે. સ્પર્ધાનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે, જેને લઈને સૌથી વધુ 180 સ્પર્ધકો ગુજરાતમાંથી નોંધાયા છે. તેવી જ રીતે મહારાષ્ટ્રના 22, દીવના 100, હરિયાણાના 75, ઉત્તરપ્રદેશના 29, મધ્યપ્રદેશના 23, બિહારના 168 અને જમ્મુ-કાશ્મીરના 15 જેટલા સ્પર્ધક હોવાથી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં પોતાની દાવેદારી રજૂ કરી છે.
સમગ્ર દેશમાંથી આવશે સ્પર્ધકોઃ ખૂબ જ મુશ્કેલ અને એક માત્ર ગિરનાર પર્વતમાં આયોજિત થતી આ સ્પર્ધાને રાષ્ટ્રીય સ્પર્ધા તરીકે માન્યતા મળી છે. ત્યારથી ધીમે ધીમે સમગ્ર દેશમાંથી સ્પર્ધકો ભાગ લેવા માટે જુનાગઢ આવી રહ્યા છે જે આગામી પાંચમી તારીખ અને રવિવારના દિવસે કડકડતી ઠંડીમાં પણ ગિરનારને આંબવા માટે ડગ માડતા જોવા મળશે.