ETV Bharat / state

રસી લીધા બાદ કોરોના વોરિયર્સમાં નથી જોવા મળી કોઈ આડઅસર - Etv Bharat

જૂનાગઢ જિલ્લામાં 3 રસીકરણ કેન્દ્રોમાં કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. રસી લીધાના 48 કલાક બાદ Etv Bharatએ કોરોના વોરિયર્સની મુલાકાત કરી હતી અને 48 કલાક બાદ તેમના પ્રતિભાવો જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જૂનાગઢના કોરોના વોરિયર્સમાં રસી લીધાને 48 કલાક બાદ કોઇ આડઅસરના લક્ષણો જોવા મળ્યા નથી.

કોરોના વોરિયર્સ
કોરોના વોરિયર્સ
author img

By

Published : Jan 18, 2021, 1:39 PM IST

Updated : Jan 18, 2021, 3:07 PM IST

  • જૂનાગઢના કોરોના વોરિયર્સની Etv Bharatએ લીધી મુલાકાત
  • રસીકરણના 48 કલાક બાદ Etv Bharat પહોંચ્યુ કોરોના વોરિયર્સની સમીપે
  • 48 કલાક બાદ આડઅસરના એક પણ લક્ષણ કોરોના વોરિયર્સમાં જોવા મળ્યા નથી

જૂનાગઢઃ ગત શનિવારે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતની સાથે સાથે જૂનાગઢમાં પણ ત્રણ રસીકરણ કેન્દ્રોમાં કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં રસીકરણ નીચે આવરી લેવામાં આવ્યાં હતાં. જેમાં 290 કરતા વધુ કોરોના વોરિયર્સને રસી આપીને કોરોના સામે સુરક્ષિત બનાવવામાં આવ્યા હતા. ત્યારે સોમવારે Etv Bharatની ટીમ રસી લીધાના 48 કલાક બાદ કોરોના વોરિયસની મુલાકાત લેવા પહોંચ્યું હતું અને તેમના રસી બાદના 48 કલાક બાદ તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક પણ કોરોના વોરિયર્સને આડ અસરના લક્ષણો જોવા મળ્યા નથી.

રસી લીધા બાદ કોરોના વોરિયર્સમાં નથી જોવા મળી કોઈ આડઅસર

રસીકરણ બાદ Etv Bharatએ કોરોના વોરિયર્સ સાથે કરી મુલાકાત

કોરોના વોરિયર્સે સોમવારે Etv Bharatની ટીમ સાથે મુક્ત મને વાત કરી હતી. રસીકરણને લઈને કોરોના વોરિયર્સે તેમના સ્પષ્ટ પ્રતિભાવો આપ્યા હતા. તમામ કોરોના વોરિયર્સ રસીકરણના 48 કલાક બાદ સંભવિત સામાન્ય લક્ષણો જેવા કે તાવ આવવો, માથું દુખવું કે કેટલાક કિસ્સામાં ઊલટી થવી આવા સામાન્ય લક્ષણો રસીકરણ પહેલાં જ જાહેર કરવામાં આવ્યાં હતા, પરંતુ જૂનાગઢમાં રસી લીધાના 48 કલાક બાદ કોરોના વોરિયર્સને ઉપરોક્ત પૈકીના એક પણ સામાન્ય લક્ષણો કે, રસીની આડઅસરના લક્ષણો અત્યાર સુધી જોવા મળ્યા નથી.

Last Updated : Jan 18, 2021, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.